________________
- લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલ પ્રતિવાદ ]
૧૬૩ બીજી વાત એ છે કે આ પ્રવૃત્તિની શરૂઆત અજ્ઞાન અને પિતાની ગરછશાખાના ખોટા મમત્વ તથા અન્ય ગચ્છશાખા પ્રત્યેના બેટા દ્વેષ આદિમાંથી જ થયેલી લાગે છે. કારણ કે એક જ શાસ્ત્રપાઠમાંથી એકે પૂનમની વૃદ્ધિના બદલામાં તેરશ પકડી અને અન્ય એકમ પકડી, એ ઉલ્લેખ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી જેને આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના પિતાને પટ્ટક તરીકે ઓળખાવે છે, તેમાંથી પણ મળી આવે છે. વળી શ્રી જૈન શાસનમાં માત્ર બીજ આદિ બાર અને ભા. સુ. ૪ એટલી તિથિઓને જ પર્વતિથિઓ તરીકે નથી જણાવી, પણ તે સિવાયની ય ઘણી તિથિઓને પર્વતિથિ તરીકે જણાવી છે–એ વાતને ખ્યાલ નહિ હોવાના કારણે, પૂનમની ક્ષય-વૃદ્ધિએ તેરશની અથવા એકમની ક્ષય-વૃદ્ધિ કરવા જતાં, ઘણું પ્રસંગમાં પર્વતિથિઓની અછતી પણ ક્ષય-વૃદ્ધિ માનવાની દષાપત્તિ ઉભી થવા પામે છે, એ વસ્તુ લક્ષ્ય બહાર ગઈ છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ એમ જણાવ્યું છે કે પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ હાનિ-વૃદ્ધિ વિ. સં. ૧૯૯૧ સુધીનાં છેલ્લાં લગભગ ત્રણ વર્ષમાં અખંડિતપણે કરાઈ છે પણ તેમની “અખંડિતપણ”ની વાત જેમ ખોટી છે, તેમ “અપર્વતિથિની જ હાનિ–વૃદ્ધિ કરાયા”ની વાત પણ બેટી છે. સાચી વાત એ જ છે કે છેલ્લાં દેઢસો વર્ષમાં કેટલીક પર્વતિથિએની હાનિ-વૃદ્ધિના વિષયમાં ઘણી ગરબડ ઉભી થવા પામી છે અને સંવિજ્ઞ ગીતાર્થ મહાત્માઓને પણ પ્રસંગસર ખ્યાલ આવ્યા પછીથી તે, બળતા હૃદયે કેટલીક વાર તેને આધીન બનવું પડ્યું છે. સ્વલ્પ વર્ગ વિષે ખૂલાસે
૧. હવે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના પહેલા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણના ત્રીજા ફકરામાં “સં. ૧૯૨ થી તે સંપ્રદાયથી “પર્વતિથિની હાનિ અને વૃદ્ધિના પ્રસંગમાં” જુદું કથન અને માન્યતા થવાથી સ્વલ્પ વર્ગ જુદો પડ્યો છે”—એવું જે જણાવ્યું છે, તેના સંબંધમાં જણાવીએ છીએ.
૨. વિ. સં. ૧૯૯૨ માં જૈન સમાજને માન્ય ચંડાશુગંડૂ પંચાંગમાં ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિ હતી. એ વખતે, ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિના બદલામાં, એક માત્ર આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી અને તેમના સમુદાયે જ, ભા. સુ. ૩ ની વૃદ્ધિ માની હતી. તે સિવાયના કેઈ પણ આચાર્યાદિએ ભા. સુ ૫ ની વૃદ્ધિના બદલામાં ભા. સુ. ૩ ની વૃદ્ધિ માની નહતી. આ વાત આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ તે પણ કબૂલ રાખી છે, એ વાત શ્રી સિદ્ધચક નામના પાક્ષિકના પાંચમા વર્ષના અંક ૧૭–૧૮ માં પૃ. ૪૨૯ મા પાના ઉપરના નીચેના શબ્દથી પણ જણાઈ આવે છે–
ત્રીજની વૃદ્ધિ માનનારા બીજા ન હોવાથી આચાર્યદેવના પક્ષમાં કોઈ દાખલ થવાનું નહિ રહે.”
૩. આ ઉપરાન્ત, મુનિ શ્રી દર્શનવિજયજીએ લખેલી “પંચાંગ પદ્ધતિ” નામની ચેપડીના પ્રાકથનમાં નીચે મુજબ જણાવેલું છે –
વિ. સં. ૧૯૯૨ના માસામાં સંવત્સરી પર્વની ચર્ચા ઉપડી અને બે પક્ષ પડ્યા. એક પક્ષે જે પૂ. ના નિયમે ચાલુ પરંપરા અનુસાર બે પાંચમને બદલે બે ચોથ કરવાનું અને બીજા બે પક્ષે નવીન પ્રણાલિકારૂપે બે પાંચમને બે પાંચમ તરીકે રાખવાનું જાહેર કર્યું.”
૪. મુનિ શ્રી દર્શનવિજયજીના ઉપર મુજબના કથનમાંથી, બે વસ્તુઓ જાણી શકાય છે. (૧) આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ ભા. સુ. ૫ બે હતી તેને બદલે ભા. સુ. ૩ બે કરી હતી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org