________________
૧૪૬
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વોરાધન... અર્થા કર્યા વિના, જૈન શાસ્ત્રાધારે ‘ પર્વતિથિની હાનિ—વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ–વૃદ્ધિ કરીને તિથિઓને પલટી નાખવી, એ વ્યાજબી છે’–એમ કહી શકાય તેવું છે જ નહિ. આમ હાઈ ને જ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ તિથિઓને પલટી નાખવાની પોતાની વાતના આગ્રહી અની જતાં, શાસ્ત્રપાઠાના અસદ્ધ અને અસંગત અર્થા પણ કરેલા છે, જે યથાસ્થાને જણાવીશું.
6
૨. શાસ્રના નામે વાત કરવા છતાં પણુ, · શાસ્ત્રનું તિથિવિષયક નિરૂપણ તિથિઓને પલટી નાખવાની વિરૂદ્ધમાં જ જાય તેમ છે’–એ સત્ય, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના ધ્યાન બહાર હતું જ નહિ : અન્યથા, તે પેાતાના પહેલા મુદ્દાના નિરૂપણને અન્તે, નીચે મુજબની નોંધ મૂકત જ નહિઃ–
“ ગાઢઃ—આગમ—પંચાંગી અને ખીજાં પણ શાસ્ત્રાના અનેક પુરાવાઓથી આરાધનામાં પર્વતિથિની હાનિ–
વૃદ્ધિ ન થાય, એ વિગેરે હકીકત આગળ સાખીત કરી બતાવવામાં આવશે. છતાં અત્રે જે આ જીતઆચારના આધારે જણાવવામાં આવ્યું છે તે એટલાજ માટે કે–કાઇ અન્ય પક્ષ, અન્ય મત કે અન્ય ગુચ્છ્વાળાઓ તરફથી કદાચ કંઈ પણ જુદું લખાણ રજુ કરાય તો પશુ આ જીતઆચારની રીતિને ખાધ આવી શકે નહિ. '
૩. ઉપરની નોંધમાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ તિથિનિર્ણાયક જૈન શાસ્ત્રધારેશને અમાન્ય ઠરાવીને, અકિચિત્કર બનાવી દેવાનો કૂટ પ્રયત્ન પણ કર્યાં છે, એમ સ્પષ્ટપણે જણાઈ આવે છે. પર્વતિથિની હાનિ–વૃદ્ધિના પ્રસંગને કારણે અમે બન્ને વચ્ચે જે મન્તવ્યભેદ છે, તેનો નિર્ણય જૈન શાસ્ત્રાધારે કરાવવા—એવું સુશ્રાવક કસ્તૂરભાઈ લાલભાઈની રૂબરૂમાં નક્કી થયેલું હાવા છતાં પણ, તિથિનિર્ણાયક જૈન શાસ્ત્રાધારાને અમાન્ય ઠરાવીને કિંચિત્કર બનાવી દેવાની વૃત્તિથી આવી નેાંધ મૂકીને, વસ્તુતઃ તેા, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ એ જ વાત કબૂલ કરી લીધી છે કે– જૈન શાસ્ત્રાધારામાંથી પર્વતિથિની હાનિ—વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ–વૃદ્ધિ કરવા દ્વારા તિથિઓને પલટી નાખવાના વિષયમાં તથા એમ કરીને હાનિ–વૃદ્ધિને પામેલી પર્વતિથિની પૂર્વ કે પૂર્વતર તિથિ પર્વતિથિ હોય તા તેને અપર્વતિથિ ઠરાવી દેવાના વિષયમાં સંમતિ મળી શકે તેમ નથી, એટલું જ નહિ પણ તેમ કરવાનો વિરોધ જ જૈન શાસ્ત્રાધારામાંથી મળી શકે તેમ છે. ’ઉપર મુજબની નોંધ મૂકીને, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે હેતુને સિદ્ધ કરવાની અભિલાષા રાખી જણાય છે, તે હેતુ એ છે કે પર્વતિથિની હાનિ— વૃદ્ધિએ પૂર્વા કે પૂર્વતરા તિથિની હાનિ વૃદ્ધિ કરવાની અને તેમ કરીને તે પૂર્વા કે પૂર્વતરા તિથિ જો પર્વતિથિ હાય તા તે પૂર્વા કે પૂર્વતરા પર્વતિથિને પણ અપર્વતિથિ ઠરાવવાની પેાતાની વાત, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તિથિનિર્ણાયક જૈન શાસ્ત્રાધારાથી સાખીત કરવામાં નિષ્ફળ નિવડે, તેમ જ પેાતાની તે વાતની વિરૂદ્ધનાં શાસ્રવચનો સામેથી ( અર્થાત્-અમે વિજયરામચન્દ્રસૂરિ તરફથી) રજૂ કરાય, તો પણ નિર્ણય આપનાર પેાતાના (આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મન્તવ્યને માન્ય રાખવાનો નિર્ણય આપવાના લક્ષ્યવાળા અને. ’ આવા હેતુથી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, નિર્ણય આપનારને આડકતરી રીતિએ એમ સૂચવે છે કે‘ મારા મન્તવ્યથી વિરૂદ્ધનાં શાસ્ત્રવચનો તમારી સમક્ષ રજૂ કરવામાં આવે, તે પણ તમારે તે શાસ્ત્રવચનો તરફ લક્ષ્ય જ આપવું નહિ : કારણ કે—પર્વતિથિની હાનિ–વૃદ્ધિએ પૂર્વા કે પૂર્વતા તિથિની હાનિ–વૃદ્ધિ કરવાની અને તેમ કરીને તે પૂર્વા કે પૂર્વતરા તિથિ જો પર્વતિથિ હોય તા તેને અપ તિથિ ઠરાવવાની હું જે આચરણા કહું છું, તે શાસ્ત્રવચનોથી વિરૂદ્ધ સામીત થાય તે પણ, તે જીતવ્યવહાર છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org