________________
૧૪૫
..લવાદી ચર્ચામાં પૂ. આ૦ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ] ગણનાની પંક્તિમાં ગગનમંડની માફક સ્થાપન કરાય નહિ અને ગણનાની પંક્તિમાં સ્થાપન કરાય છે, એટલે તે આત્મસ્વરૂપને પામી નથી એમ નહિ.” આ રીતિએ “ક્ષીણ તિથિની હયાતિ પણ છે અને ગણના પણ છે”—એવું કરાવ્યા પછીથી, ગ્રન્થકારશ્રી કહે છે કે બાકીના ત્રણ વિકલ્પ કે જે શબ્દથી ભિન્ન સ્વરૂપવાળા હોવા છતાં પણ અર્થથી અભિન્ન છે, તે ત્રણ વિકલ્પમાં ક્ષીણ તિથિની હયાતિ સિદ્ધ થયેલી છે, એટલે ક્ષીણ તિથિની હયાતિ સિદ્ધ થયે છતે, તે ક્ષીણ તિથિની હયાતિ પૂર્વની તિથિમાં હોય છે કે ઉત્તરની તિથિમાં હોય છે? જે ક્ષીણ તિથિની હયાતિ પૂર્વની તિથિમાં છે-એ વાત કબૂલ હોય, તે પિતાને અભિમત એવી તેને છેડીને, અન્ય તિથિને ગ્રહણ કરવાને ઉદ્યમ કેમ કરે છે? કારણ કે-આંધળા વિના કેઈ પિતાને અભિમત જે વસ્તુ, તેને છેડીને અન્ય વસ્તુને તે અભિમત વસ્તુની બુદ્ધિથી ગ્રહણ કરવાને માટે ઉદ્યમ કરતો નથી. હવે જો તું એમ કહેતો હોય કે-ક્ષીણ તિથિની હયાતિ પૂર્વતિથિમાં નથી પણ ઉત્તર તિથિમાં છે, તે તે અસંભવિત છે, એ વાત તે તું પણ જાણે છે. જે એ વાતને તું ન જાણતા હોય, તો તારે ટીપણાનું અવલક્ત કરવું જોઈએ અથવા તે ટીપણાના જ્ઞાતાને પૂછવું જોઈએ. તે પછી પિતાની બુદ્ધિથી વિચાર કરીને “પૂર્ણિમા હાલ માસીપણે શ્રદ્ધા કરવા યોગ્ય નથી”—એવું જે મારું પ્રવચનાનુસારી અને યુક્તિક્ષમ વચન છે, તે વચનને તારે સ્વીકાર કરે જોઈએ: અન્યથા, પ્રવચન અને આચરણ –એ બન્નેયના પણ વિરાધકપણાની આપત્તિ છે.”
૮. ઉપરના પાઠમાં ક્ષીણ તિથિની પણ વિદ્યમાનતા હોય જ છે-એ વાત જણાવવા સાથે, જે પર્વતિથિ જે દિવસે પંચાંગમાં જણાવેલી ન હોય તે દિવસને તે પર્વતિથિ તરીકે ગ્રહણ કરે, એ છતી આંખે આંધળા બનવા જેવું છે–એમ જણાવ્યું છે અને ટીપ્પણું જોવાનું સૂચન કરવામાં આવ્યું છે. એથી પણ નિશ્ચિત થાય છે કે જે ટીપનક માન્ય હોય, તે ટપ્પનક જે જે દિવસોએ જે તિથિઓને જણાવે, તે તે દિવસોએ તે તે તિથિએને માન્ય કરવી જ જોઈએ. જૈન સમાજને માન્ય ચંડાશુગંડૂ પંચાંગ, સૂર્યોદય સમયે જે તિથિને ભેગવટ હોય તે તિથિના નામથી તે દિવસને વ્યવહાર જણાવે છે અને તિથિક્ષયના પ્રસંગે બે તિથિઓએ એક જ વાર લખીને તે એક વારના દિવસે બે તિથિઓના વ્યવહારને જણાવે છે. એ રીતિએ જોતાં પણ, આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પોતાના નવા મુદ્દાઓને આશ્રયીને પિતાની માન્યતાનું નિરૂપણ કરતાં, મથાળામાં–શાસ્ત્ર અને પરંપરાને અનુસારે ટીપણામાં જ્યારે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિની યથાર્થતા –આવું જે જણાવ્યું છે, તે તદ્દન ખોટું છે એમ પૂરવાર થાય છે અને એથી પણ તેમનું આખું ય નિરૂપણ, જૈન શાસથી વિરૂદ્ધ છે એમ કહી શકાય. જૈન શાસ્ત્રાધારેને અકિંચિકર બનાવનારી નોંધ વિષે
૧. “ટીપણામાં પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરવી.” --એ વાત શાસ્ત્ર અને પરંપરાને અનુસારે છે, એમ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે, પણ જે શાસ્ત્ર જે દિવસે જે પર્વતિથિને ભગવટે ન હોય, તે દિવસને તે પર્વતિથિ તરીકે ગ્રહણ કરે -એ આંધળાને છાજતું કામ છે એ વિગેરે ફરમાવે છે, તે શાસ્ત્ર અગર તે શાસ્ત્ર જે શાસ્ત્રોને અનુસારી છે તે શાસ્ત્રો, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેમ, તિથિઓની હાનિ–વૃદ્ધિને પલટી નાખીને તિથિઓને પલટી નાખવાનું કહે જ નહિ. શાસ્ત્રપાઠાના અસંબદ્ધ અને અસંગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org