________________
૧૪૨
[ જૈન દૃષ્ટિએ તિથિદેિન અને પૌરાધન... તિથિઓએ પડે છે. ખીજ આદિ પાંચ તિથિએની આરાધના કરવાથી પ્રાપ્ત થતા લને સૂચવતાં, આ આયુષ્યબંધની વાતને અસાધારણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જો કે—
“ વીગા તુવિષે ધર્મો, પંમિ નાખેલુ અઠ્ઠમી જન્મે एगारसी अंगाणं, चउदसी चउदपुव्वाणं
॥ ૨ ॥”
–આ પ્રમાણેની ગાથા દ્વારા ખીજને સાધુધર્મ તથા ગૃહસ્થધર્મ એમ દ્વિવિધ ધર્મના આરાધનને અંગે, પાંચમને જ્ઞાનની આરાધનાને અંગે, આઠમને આઠ કર્મોના ક્ષય સાધવાને અંગે, અગીઆરસને અગીઆર અંગેાના આરાધનને અંગે અને ચૌદશને ચૌદ પૂર્વીના આરાધનને અંગે જણાવેલ છે; પરન્તુ ખીજ આદિ આ પાંચ પર્વતિથિઓની આરાધનાના ફૂલનું વર્ણન કરતાં તા, એક માત્ર શુભાયુષ્યના બંધની વાતને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જે આ નીચેના પ્રશ્નોત્તરથી માલૂમ પડે છેઃ—
प्रश्नः - भवं ! बीअपमुहासु पंचसु तिहीसु विहिअं धम्माणुट्ठाणं कि फलं होइ ?
उत्तरम् - गोयमा ! बहुफलं होइ । जम्हा एआसु तिहीसु पापणं जीवो परभवाउं समज्जिणइ, तम्हा तवोविहाणाइधम्माणुट्ठाणं कायव्वं । जम्हा सुहाउअं समज्जिणइति ।
હાલમાં, આ ક્ષેત્રને વિષે જે શ્રી જિનેશ્વર ભગવાનનું શાસન વિદ્યમાન છે, તે ભગવાન શ્રી મહાવીરદેવના પ્રથમ ગણધરદેવ શ્રી ગૌતમસ્વામિજી મહારાજાએ ઉપર મુજખનો પ્રશ્ન પૂછેલ છે અને ખૂદ ભગવાન શ્રી મહાવીરદેવે ઉપર મુજબના ઉત્તર આપેલ છે. પ્રશ્ન એવા છે કે હું ભગવન્ ! બીજ પ્રમુખ પાંચ તિથિઓએ વિહિત ધર્માનુષ્ઠાનનું શું ફલ થાય છે ? ' ઉત્તરમાં ભગવાન ફરમાવે છે કે– ગૌતમ ! બહુ ફૂલ થાય છે. એ તિથિઓમાં પ્રાયઃ કરીને જીવ પરભવના આયુષ્યને ઉપાર્જે છે. એ કારણે એ તિથિએ તાવિધાન આદિ ધર્માનુષ્ઠાન કરવું જોઈ એ, કે જેથી જીવ શુભ આયુષ્યને ઉપાર્જે છે. ' આ વસ્તુને લક્ષ્યમાં લેતાં પણ સમજી શકાય તેમ છે કે જે દિવસે પર્વતિથિ ન હોય તેવા દિવસને પર્વદિવસ તરીકે ગ્રહણ કરી શકાય જ નહિ કારણ કે-પર્વતિથિઓ પૈકીની ખીજ આદિ પાંચ પર્વતિથિઓનો, પરભવના આયુષ્યના અશ્વ સાથે જે સંબંધ છે, તે સંબંધ મનફાવતા દિવસે મનફાવતી પર્વતિથિ હોવાનું માની લેવાથી ટકી શકે નહિ.
’
:
૪. સામા પક્ષે રહેલા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ, શ્રી સિચક્ર નામના પાક્ષિકના ૯મા વર્ષના ૧૯મા અંકમાં “ આરાધનાને લીધે તિથિ કે તિથિને લીધે આરાધના એ વિષયના વિવરણમાં જણાવ્યું છે કે—
,,
“ જૈનજનતામાં બધા જે સચ્ચિત્તાદિક ત્યાગના નિયમાની પ્રવૃત્તિ છે તે પણ તિથિને નામે છે. અર્થાત્ નિયમને નામે તિથિ નથી, પણ તિથિને નામે નિયમ છે એટલે જૈનશાસનને ખરી રીતે માનનારો મનુષ્ય તો એ માનવાને બંધાયેલાજ છે કે આરાધના કરાય તેથી તિથિ કહેવાય એમ નહિ, પરન્તુ તિથિ કહેવાય અને ગણાય તેથીજ આરાધના થાય. આ વસ્તુ વિચારનારા સુજ્ઞ મનુષ્ય આરાધનાના નિર્ણય કરવા હેલાં આરાધના કરવા માટે તિથિનું જ્ઞાન, નિર્ણય અને કથન કરવામાં તત્પરજ થાય. x x x શાસ્ત્રકારોએ પર્વતિથિયાને દિવસે પ્રાયઃ પરભવના આયુષ્યના બંધ થાય છે એવું પ્રાયિક વચન કહીને તિથિની માન્યતા વિગેરે- મજબૂત કરીને આરાધનાની કર્તવ્યતા જણાવેલી છે, પરન્તુ આરાધનાને અંગે તિથિ ગણવી અર્થાત્ જે દિવસે આરાધના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org