________________
એવા ગુરુવરની જીવનની સંધ્યા આવી, શિષ્ય-ભક્તોને સંધ્યા તે જરી ના ફાવી, વીર જીવન જીવાડવાને ઔષધિ ભરી..............તેને વંદન કરું. ૦૭. જન્મ મંડપમાં મૃત્યુ તો સાથે આવે, એવો કુદરતનો ક્રમ કોઈન તોડી જાવ, કરે મૃત્યુ પ્રતિક્ષા તેણે ખુશીઓ વરી........... તેને વંદન કરું. ૦૮ સહ શિષ્યો, ભક્તોને વળી સંઘ પૂરો, કરે નિર્ધામણા તત્પરતા ધરો, ભાવ કૃતજ્ઞતાની કરણી રે............ .... તેને વંદન કરું.... ૦૯ ષષ્ઠી વર્ષ પર્યાય સંયમનો સાધી, શુદ્ધિ સિદ્ધિને સાધી સમાધી લીધી, પળ અંતિમને વરવા સાવધાની વરી..............તેને વંદન કરું. ૧૦ શુકલ દશમી શ્રાવણની પોઝારી બની, વર્ષ અડસઠની, વિજયમૂર્તના ધણી, વિજય મુહૂર્તે વર્યા સ્વાતિ ખરી......... તેને વંદન કરું. ૧૧ જાવા મોક્ષે વિસામાને કરવા ગયા, જેણે જીવનભર ગુરુવરને માથે ધર્યા, તજી નશ્વરને શાશ્વતતા વરવા પુરી............... તેને વંદન કરું... ૧૨ શિષ્યો-ભક્તોને ગુરુવર તે રડતા કીધા, થયું અંધારું જીવન સૂનકાર કીધા, ફૂર કાળે અનુચિત કરણી કરી................... તેને વંદન કરું.... ૧૩ થઈ સ્વાર્થી ગુરુવર તે નિજ કાજ કર્યા, કીધો મૃત્યુ મહોત્સવ નિજમાં ઠર્યા, થઈ લીન સમાધિની સ્થિતિ વરી........................... તેને વંદન કરું..... ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org