________________
( ૨૨૭ ] શ્રી મહાવીર કીર્તિસ્તંભને શિલાન્યાસ શાકુરચંદજી જગરૂપજી તરફથી વિધિપૂર્વક કરવામાં આવ્યા.
બપોરે પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી.
(૧૦) છઠના દિવસે ગામમાં પૂજા પ્રભાવના સહિત ભણાવ્યા બાદ, રથ-ઈન્દ્રવજ-હાથી-ઘેડા-બેન્ડ આદિ યુક્ત જલયાત્રાને ભવ્ય વધેડે કાઢવામાં આવે,
(૧૧) સાતમના દિવસે ગામમાં સવારે શુભ મુહૂર્ત પૂ. મુનિશ્રી અરિહંતવિજયજી મ. શ્રીની વિધિપૂર્વક વડી દીક્ષા કરવામાં આવી.
બપોરે શાજોરાવલજી પ્રતાપચંદ તરફથી શાતિનાત્ર ભણાવવા પૂર્વક સાધર્મિક ભક્તિ કરવામાં આવી.
(૧૨) આઠમના દિવસે ગામમાં સત્તરભેદી પ્રભાવના યુક્ત ભણાવવામાં આવી.
બને સ્થળે ચલચિત્રની રચનાઓ આકર્ષક થયેલ. અનેક દરવાજાઓ અને ધજાએ-તેરણ-છેડે આદિથી ગામના તથા અંબાજી વાડીના રસ્તાને સુંદર શણગારવામાં આવેલ. - પ્રતિદિન પ્રત્યેક મંદિરે પ્રભુજીને રંગબેરંગી આકર્ષક આંગી કરાયેલ તથા પૂજા-ભાવનામાં ભાવુકેએ અને સંગીતકારેએ સુંદર રસ જમાવેલ,
આ પ્રમાણે ૫૦ ૫૦ આ૦ મ૦ શ્રીની શુભ નિશ્રામાં પરમ શાસનપ્રભાવના પૂર્વક ઉજવાએલ અને મહત્સવ જાવા લના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત રહેશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org