________________
[ ૧૫૧]
છે છે. ઉ પ સં હા ૨ . @
આત્મામાં રહેલી અનંતજ્ઞાનાદિ શક્તિને પ્રગટ કરવામાં અત્યંત સહાયક સર્વોત્તમ સાધન એ સ્થાવર તીર્થ અને જંગમતીર્થ છે.
એ સ્થાવર તીર્થો કે જ્યાં તરણતારણ શ્રી તીર્થંકર પરમાત્મા આદિ મહાપુરુષનાં જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિવણ થયેલાં છે.
જે સ્થળે અનેક મહાપુરુષોએ મહામંગલકારી તપશ્ચય કરેલી હોય, ધ્યાન કરેલું હોય, આત્માનું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ કરેલું હોય, તે સ્થળની ભૂમિનું વાતાવરણ પણ પવિત્ર બનેલું હોય છે.
તે પવિત્ર ભૂમિને સ્પર્શ કરતાં અંતઃકરણમાં શાન્તિ પ્રસરે છે. તે પવિત્ર સ્થળની આમેન્નતિકારક ઉત્તમ વાતે સાંભળતાં હૃદય ઉલાસ પામે છે. તે મહાપુરુષોના આદર્શ જીવનચરિત્રનું સ્મરણ કરતાં અભૂતપૂર્વ શક્તિ પ્રગટે છે, એટલું જ નહીં પણ તે મહાપુરુષના જેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મન ઉત્સુક બનતા વિશેષ પ્રગતિપૂર્વક પુરુષાર્થ કરે છે. . એ સર્વ તીર્થના નિમિત્ત-કારણથી બને છે. આ તીર્થભૂમિ તે પવિત્રભૂમિ છે. તે કાંઈ જવલંત જ્ઞાનમૂર્તિ જીવંત પ્રભુ નથી, માત્ર એક ઉચ્ચતમ નિમિત્ત છે.
S
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org