________________
[ ૧૦૫]
મંત્રીશ્વરે કહ્યું “હે દાનવીર! શ્રેણી ! તમારી આવી અનુપમ ઉદારતાથી હવે હું નિર્ભય છું. જ્યારે મારે જરુર પડશે ત્યારે જ હું લઈ જઈશ, હમણાં નહિ.”
શ્રેષ્ઠીએ કહ્યું ભલે ! જયારે જરૂર પડે ત્યારે ખુશીથી આપ લઈ જઈ શકો છો. અહીં તે તૈયાર જ છે.
ત્યારબાદ સાકરિયા શ્રેષ્ઠિના ઘરેથી સાજદે મંત્રીશ્વર અશ્વપર બેસી રવાના થયા અને ગિરનાર ગિરિની તળેટીમાં આવી પહોંચ્યા.
જ્યાં બે-ચાર દિવસ પસાર થયા ત્યાં તે પાટણથી મહારાજે મોકલેલ સાંઢણસ્વાર સાંજના સમયે સાજણ દંડનાયક પાસે આવી પહોંચે.
મંત્રીશ્વરને પ્રણામ કરી એમના હાથમાં મહારાજા સિદ્ધરાજને પત્ર મૂક્યો તેને વાંચતા જ બુદ્ધિશાળી મંત્રી શ્વરને સર્વ ખ્યાલ આવી ગયે. મહારાજાના આવેલ પત્રના જવાબમાં આગન્તુક રાજપુરુષને જણાવી દીધું કે—મારા તરફથી મહારાજાને કહેશે કે હું સૌરાષ્ટ્રને રેઢું મૂકીને હમણ પાટણ આવી શકું એમ નથી. સાડા બાર કોડ સોનૈયાનું મહેસુલ જોઈતું હોય તે મહારાજા જાતે અહીં આવીને લઈ જાય.”
મંત્રીશ્વરના મુખથી એ પ્રત્યુત્તર સાંભળી આગતુક શજપુરુષ ત્યાંથી રવાના થયા અને પાટણ આવી પહોંચે. મહામંત્રીને સંદેશે મહારાજા સિદ્ધરાજને કહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org