________________
[ ૧૦૪ ] મહારાજાને પાછા આપવાના હોવાથી તેની અતિ આવશ્યકતા જણાવી.
દંડનાયકનું એ વક્તવ્ય સાંભળી સહુ એકબીજાના મુખ તરફ જેવા લાગ્યા. કેઈપણ બોલ્યું નહિ. છેવટે સાકરિયા નામના શ્રેષ્ઠી ઉભા થઈ હાથ જોડીને કહેવા લાગ્યા કે“ભાગ્યશાલિઓ ! તમે સવે તે અનેક શુભકાર્યો કરો છો આ કાર્યને તે મને એકલાને જ લાભ આપે. કૃપા કરી સંઘ મારી વિનંતિને સ્વીકાર કરે. ,
આ સાંભળી આશ્ચર્ય પામવા પૂર્વક શ્રી સંઘે સહર્ષ સાકરિયા ઝીની વિનંતિ માન્ય રાખી. મહામંત્રીને સાકરિયા શેઠ પિતાના ઘરે લઈ ગયા. અને તેમની બહુમાન પૂર્વક મનગમતાં ભોજનથી સાધર્મિક-ભક્તિ કરી. ત્યારપછી બને જણ ગાદી પર બેઠા. * સાકરિયા શ્રેણીએ કહ્યું કે-“હે મંત્રીશ્વર ! આપ કહે તે ૧રા કોડ નયા મૂલ્યના હીરા, કહે તે મોતી, કહે તે સુવર્ણ અને કહે તે રોકડા સેનિયા જે કહો તે સમર્પણ કરું.
આ સાંભળી સાજણ મંત્રીશ્વર તે આભા જ બની ગયા. સાકરીયા શ્રેષ્ઠીએ પિતાની તીજોરીમાંથી લાવી મંત્રી શ્વરની આગળ રને ઢગલે કરી હાથ જોડી વિનંતિ કરી કે “મંત્રીશ્વર ! આપ કૃપા કરી તીર્થની સેવા-ભક્તિમાં આ લક્ષમી સ્વીકારો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org