SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘપતિ તિલક વિધાન પૌષ્ટિક દંડક સંઘપતિ તિલક વિધાન કુમારિકા અથવા સધવા સ્ત્રી ચંદનની અથવા કંકુની કટોરી લઇને ઉભી રહે. સંઘપતિ તથા ચતુર્વિધ સંઘ હાથ જોડે, ગુરુ મહારાજ શ્રી નવકારમંત્રપૂર્વક પૌષ્ટિક દંડક (પૃ.નં.૧૭) બોલે. (સમય ન હોય તો પૌષ્ટિક દંડકના સ્થાને મોટી શાંતિ બોલવી) પૌષ્ટિક દંડક પૂર્ણ થાય એટલે તેનાથી અભિમંત્રિત ચંદન-કંકુ દ્વારા જયજયકારપૂર્વક મંગલગીત ગાતાં ગાતાં મંગલ ધ્વનિ સાથે સંઘપતિને તિલક કરવું. તિલક કરી, અક્ષત આરોપણ કરીને અષ્ટવિધ અર્થ આપવો. ત્યારબાદ ગુરુમહારાજ વાસક્ષેપ કરી સંઘપતિ પદ આરોપણ કરે. વાસક્ષેપ - વર્ધમાન વિદ્યા કે સૂરિમંત્ર ગણવાપૂર્વક કરવો. (સમય હોય તો) બધા શ્રાવક શ્રાવિકાઓ સંઘપતિને તિલક કરે. પછી સંઘપતિ ગુરુ મહારાજને શ્વેત કાંબળી વહોરાવે અને સંઘપૂજા કરે. * ત્યાર પછી સંઘપતિ સ્વયં ભાંડાગારિક (કોષાધ્યક્ષ), કોટ્ટવાલ(ઓરલ ક), મંત્રીરાજ(વ્યવસ્થાપક) વિગેરેની તિલક કરવા દ્વારા પરિકલ્પના નું સ્થાપના કરે ! - પછી સંઘવી (પરિવાર) (૧) પાણીયારે દીવો કરી (૨) સાત નવકાર ત્રણ ઉવસગ્ગહર ગણી (૩) જે તીર્થમાં જવાનું છે તે પ્રભુજીનો જાપ કરી ગૃહના દરવાજે આવી સંઘ પ્રયાણના મંગલ મુહૂર્તની રાહ જોતાં પ્રવર્ધમાન ઉત્સાહથી શ્રીનવકાર કે તીર્થનું સ્મરણ કરતાં ઉભા રહે ! (અન્યજનો ૐ પુણ્યાહં(૨) ઇત્યાદિ બોલે) * શુભ ઘડી આવતાં પ્રયાણ કરે. (પ્રયાણની વિધિ - સાવચેતી પૃ., ૧૪). સંઘયાત્રા વિધિ * અષ્ટવિધ અર્થ એટલે - ફૂલની માળા પહેરાવે, શ્રીફળ-૧૫ રૂ. (ચાંદીનો સિક્કો) હાથમાં આપે, ચોખા - મોતીથી સંઘપતિને વધાવે, પછી બાકીની વસ્તુ ક. ૧૬ પ્રમાણે) થાળમાં રાખી મંગળ રૂપે સંઘપતિને ધરાવવી આપવી Po For Personal Private Use Only
SR No.005669
Book TitleSangh Yatra Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy