________________
દયાનદીપિકા
[ ૨૯૧ ]
(સ્વતંત્ર સત્તા) વતે છે અર્થાત્ આ જીવની પિતાની જ કરેલી શુભાશુભ કર્મફળની જ મહેનત છે, તેનું જ પરિણામ છે.
ભાવાર્થ-કર્મફળની ઉત્પત્તિ અને તેના નાશનું સામર્થ્ય કોની અંદર છે તેને વિચાર અવશ્ય કરે જ જોઈએ. જે અરિહંત પરમાત્માની સંપત્તિ અનુભવવી અને નરકનાં અસહ્ય દુઃખો અનુભવવા આ બે કહેવાથી દુનિયાનાં સર્વોત્કૃષ્ટ સુખદુઃખની સીમા આવી રહી; આવી ઉત્તમ કે અધમ સંપત્તિ કે વિપત્તિ કેણ આપે છે? કેઈને તરફથી તે આવે છે, સ્વાભાવિક આવે છે, કે પોતે જ તેને ઉત્પન્ન કરેલ છે? આ સર્વને વિચાર કરતાં આનું કારણ સમજાયા વિના રહેતું નથી. કેટલાએક મનુષ્યોની માન્યતા એવી હોય છે કે “આ શરીરથી તે ઉત્પન્ન થાય છે.” કેઈ કહે છે કે “કર્મથી ઉત્પન્ન ઉત્પન્ન થાય છે.” કેઈ કહે છે કે “આત્મશક્તિથી ઉત્પન થાય છે.” આ વિચારનો નિર્ણય કરવા માટે એક દષ્ટાંત લઈએ. ધારો કે પૂતળાને નાચ દેખાડનારાઓ પૂતળાંને મનુષ્યની માફક હાલતાં ચાલતાં અનેક પ્રકારનાં ચેનચાળા કરતાં પ્રેક્ષકોને બતાવે છે. આ પૂતળાંની પાછળ ઝીણે તાર તે પૂતળાંનાં શરીર સાથે જોડેલો હોય છે અને એક માણસ પડદાની પાછળ ઊભો રહી આ તારને મરજી માફક પણ નિયમિત રીતે ચલાવે છે તેને લઈને પૂતળાંઓ નાચે, ઉદે વગેરે ક્રિયાઓ કરે છે. પૂતળાંને ચલાવનાર પડદા પાછળ રહેલા માણસને કે તારને લોકો જોઈ શકતા નથી તેવી ગોઠવણ કરવામાં આવે છે.
આ નાચ જોનારામાં ત્રણ પ્રકારના જ હોય છે. કેટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org