SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૧૯ ] વખત સુધી શેકો. તેમ કરવાથી રેચક કરવામાં ઉતાવળ થતી નથી, નહિતર અકળાળણ થતાં એકદમ પવન છોડી દેવાથી શરીરનું બળ ઘટે છે. પૂરવામાં જે વખત લાગ્યો હોય તેથી અનુક્રમે ચડતાં બમણું, ત્રણ ગણે અને ચાર ગણો વખત રોક. અને બમણા વખતમાં બહાર કાઢો. શરૂઆતમાં થોડો રોકાય તેપણ હરકત નથી. આ પવન બહારથી અંદર લેતી વખતે-ખેંચતી વખતે એ સંકલ્પ કરે કે સૂર્યમાંથી આ એક મહાન શક્તિને હું અંદર ખેંચું છું જે મને નરેગી થવામાં મહાન મદદગાર થશે. પવનને સ્થિર કરતી વખતે એ સંકલ્પ કરે કે નીરોગીપણાના સવવાળી શક્તિ મારા શરીરમાં મજબૂત રીતે દઢ થાઓ અને પવનને બહાર કાઢતી વખતે એ સંકલ્પ કરે કે મારા રોગનાં ખરાબ તો બધા બહાર નીકળી જાય છે અને શરીર નીરોગી બન્યું છે, મારું મન નિર્મળ થયું છે, ઈત્યાદિ વિચારે ત્રણ વખત કરવાથી મન બીજા વિચારમાં જાય નહિ આ સંકલ્પ દ્વારા શરીર નીરોગી થવા સાથે મન નિર્મળ થાય. પવન લેતી વખતે સ્થિર કરતી વખતે અને બહાર કાઢતી વખતે કારને અથવા પરમેષ્ટી મંત્ર ૩૩ ૩ નમઃ આ મંત્રને પણ જાપ કરવામાં આવે છે. રેચક, પૂરક, કુંભક અને તે સિવાય પણ ઘણી જાતના પ્રાણાયામો છે, પણ તે સર્વમાં લાંબા કાળના અભ્યાસની જરૂર છે. છતાં તે સર્વ કરીને પ્રાપ્ત કરવા લાયક જે છે તે એ જ કે મનને સ્થિર કરવું. કેટલાક પ્રાણાયામે શરીર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy