SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૦૪] ધ્યાનદીપિકા અપરિગ્રહ મહાવત છે. ધર્મના સાધનભૂત કે દેહરક્ષણના હેતુભૂત, ઉપકરણે–વસ્તુએ વસ્ત્ર પાત્રાદિ, શાસઆજ્ઞા મુજબ રાખવાં પડે તે પણ મોહ, મમત્વાદિ વિના રાખવાં. તે સિવાય મન, વચન, શરીરથી પરિગ્રહને સ્વીકાર કરવા. કરા વવા કે અનુદિત કરવાને યાવત્ જીવ પર્યત ત્યાગ કરે. દ્રવ્યથી સજીવ, નિજીવ સર્વ વસ્તુઓને ત્યાગ કરવે. ક્ષેત્રથી સર્વ લોકમાં પરિગ્રહસ્વીકારને ત્યાગ કરે. કાળથી દિવસે અને રાત્રિએ પરિગ્રહ ગ્રહણને ત્યાગ કરે. ભાવથી અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી વસ્તુ એને રાગદ્વેષની પરિણતિથી સ્વીકાર ન કરે. નિશ્ચય પરિગ્રહ મહાવ્રત મારાપણાની મમતાને ત્યાગ કરે, કોઈ પણ સજીવ કે નિજીવ વસ્તુ ઉપર મૂર્છા-આસક્તિ કે મમત્વભાવ ન રાખવો તે અપરિગ્રહ સ્થિતિ છે, ત્યાગ દશા છે. બાહ્યા ત્યાગ એ સાધન છે. અંતરંગ ઈચ્છાને-મમત્વનો ત્યાગ કર તે સાધ્ય છે. આત્મા શુદ્ધસ્વરૂપ છે. કર્મની કે રાગશ્રેષાદિની પરિણતિથી મુક્ત છે, નિર્મળ છે. તેના ઉપર આ કર્માદિની ઉપાધિ, આવરણ કે કમબળને તદ્દન અભાવ છે, તે લક્ષ ધ્યાનમાં રાખી આત્માને નિરાવરણ સ્વરૂપે જાણ અનુભવે તે અપરિગ્રહ સ્થિતિનું સાધ્ય છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન-ભાવકર્મ તેની ચીકાશે કરી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ બંધાય છે. તેને ત્યાગ કરે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy