________________ [ 160 ] ધ્યાનદીપિકા અથવા અ૮૫ દેષવાળા, પણ પરિણામે મહાન લાભ આપનારા ઔષધેથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે. કે ગીતાર્થ મુનિ યતનાપૂર્વક કારણે અલ્પ સાવદ્ય ઔષધાદિ કરતા છતાં પણ નિર્દોષ છે. ગીતાર્થ એ શબ્દ કહેવાનો હેતુ એ છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જાણનાર ગીતાર્થ મુનિ હોય છે. તે જે અવસરે જેની જરૂરિયાત હોય તેવી પ્રવૃત્તિ આગ્રહ વિના તેઓ કરે છે. તેથી લાભાલાભને વિચાર કરી યોગ્ય અવસરે કઈ કામમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી ઘટે ત્યાં તે તેવી પ્રવૃત્તિ કરી શકે છે. તપ, સંયમ, આદિ કરવાં છે તે પણ સાંસારિક દુઃખોનો પ્રતીકાર-ઉપાય છે માટે તપ, સંયમાદિની વૃદ્ધિ થતી હોય તેવા નિમિત્ત ઔષધાદિ કરવા પડે તે પણ ધર્મધ્યાન હેતુ હોવાથી ધર્મધ્યાન છે વિશેષ એટલે છે કે તે તપ સંયમાદિ નિયાણા વિનાના હોવા જોઈએ-સાંસારિક સુખની અભિલાષા-ઈચ્છા વિનાના હોવા જોઈએ. અહીં કેઈ શંકા કરે કે કર્મનો ક્ષય કરવા માટે તપ સંયમાદિ કરવા છે તે પણ એક જાતનું નિયાણું જ છે ને? કેમકે નિયાણાનો અર્થ એ જ થાય છે કે મારી આ સંયમ તપશ્ચર્યાદિ ક્રિયાનું અમુક ફળ મને પ્રાપ્ત થાઓ અને તે પ્રમાણે કર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરવા માટે તપશ્ચરણાદિ કરવા તે પણ નિયાણું જ છે ને? આને ઉત્તર આ પ્રમાણે છે કે તે વાત ખરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org