SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૬૯ ] ખોરાક લેવો. જે ખોરાક લેવાથી જીવને દુઃખ ન થાય ઇદ્રિય કાબૂમાં રહી શકે, રેગ ઉત્પન્ન ન થાય, મનમાં શાંતિ રહે, વિકારે હેરાન ન કરે અને શરીરને નિર્વાહ ચાલે તે જરૂરિયાત જેટલે સાત્વિક ખોરાક લેવો અને તેવા જ પોશાકથી દેહને ભૂષિત કરવો. શરીર જવાનું છે તે તે મળ્યું પણ શા કામનું? આશય એ છે કે જે જવાનું જ છે તે પછી તેના ઉપર મમત્વ શા માટે કરવું ? પણ વિચાર કરો કે આ શરીર શા કામનું છે? આ શરીરથી વિવિધ પ્રકારના પારમાર્થિક કાર્યો થઈ શકે છે. અનેક જીવને આ દેહ દ્વારા મદદ આપી શકાય તેમ છે. અનેક જીવને બચાવ આ દેહ દ્વારા કરાતા ઉપદેશથી થઈ શકે તેમ છે. આ શરીરથી અનેક વ્રત, તપ, જપ, વિનય, વૈયાવચ્ચ (ભક્તિ), આત્મચિંતન, ધ્યાન, સમાધિ વિગેરે થઈ શકે તેમ છે, ઈત્યાદિ વિચાર કરી તેને ઉપયોગી કામે લગાડવું અને તે દેહને નાશ ન થાય તે પહેલાં તેને સારે ઉપગ કરી લે. પુનર્જન્મ ન આવે અને ફરી ફરી આવા અશુચિવાળા દેહમાં પ્રવેશ કરવો ન પડે તે રસ્તો સિદ્ધ કરી લે. ૨ બનાવે અને પાછું નાશ પામે છે તે બનાવ્યું પણ શા કામનું? આથી શરીરનો વિનાશી સ્વભાવ બતાવાય છે કે વારંવાર આ શરીર પતિત થાય છે, તે ન થવા માટે કેઈ ઉપાય શોધવે જોઈએ અથવા તેને નાશ ન થાય તે પહેલાં અવિનાશી સ્વભાવ સાધ્ય કરી લે અથવા તેવું શરીર બનાવવું તે યોગ્ય નથી. એટલે તેવું વિનાશી શરીર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy