SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેને હાલારતીર્થ-આરાધનાધામના ટ્રસ્ટીઓએ ઝીલી લીધી અને એ પ્રસંગની તૈયારીઓ થઈ. વિશિષ્ટ અનેક સ્થાનોમાં શુદ્ધવિધિ કરાવનારા વિધિકારકો તથા પરમાત્માની ભક્તિમાં રસતરબોળ કરનાર, સંગીતકારો દ્વારા આ પ્રસંગ ઉજવવાનો અવસર આવ્યો, બધા સ્થાને એક સરખી વિધિ થાય તેમ જ બધા સમજી શકે તે રીતે આ ૧૮ અભિષેક ક્રિયાની પુસ્તિકા - ભાઈ શ્રી શામજીભાઇએ લાભ લઈને પ્રકાશિત કરી છે. તેની અનુમોદના કરીએ છીએ. સર્વ પરમાત્મભક્તિમાં મગ્ન બની, અભિષેકની ક્રિયા દ્વારા, આત્મા ઉપર લાગેલા કર્મોને દૂર કરી પરમાત્મ સ્વરૂપને પામીએ. આ વિધિનું પુસ્તકપૂજ્ય પંન્યાસજી વજસેનવિજયજી મહારાજની સુચનાથી તેમજ શ્રેષ્ઠ વિધિકારકનવીનભાઇ બાબુભાઇ જામનગરવાળાના સહકારથી મુનિશ્રી હેમખભવિજયજી મહારાજે સંકલન કરી આપ્યું છે, તે બદલ તેઓશ્રીનો આ તકે આભાર માનીએ છીએ. ભગવાન અને ભક્તિ જ્ઞાની હોય કે અજ્ઞાની, દુઃખકોઈને છોડતું નથી. જ્ઞાનીઓ સુખ-દુઃખને જાણી શકે, પણ તેમાં અંશ માત્ર ફેરફાર થઈ શકતો નથી. કેમકે કર્મનો નિયમ અટલ છે. તેના ઉપર સત્તા કેવળ ધર્મના નિયમની ચાલે છે. ધર્મનો નિયમ જીવમૈત્રી અને પ્રભુભક્તિને આધીન છે. ભગવાનની ભક્તિથી જે કાર્ય થયું, તેને ભગવાનથી જ | થયું એમ માનવું - એ વ્યવહારનયનો સિદ્ધાન્ત છે. એ દષ્ટિએ કર્મના નિયમ ઉપર ભગવાનનું પ્રભુત્વ છે. એમ કહી શકાય. ભગવાનની આજ્ઞાના પાલનથી કર્મનો ક્ષય કરી શકાય છે. તેથી કર્મક્ષયમાં પ્રબળ હેતુ ભગવાનની આજ્ઞા છે. તે આજ્ઞાનું પાલન એ જીવનો ભાવ છે, જ્યારે તેના સ્વામી ભગવાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005662
Book TitleAdhar Abhishek Vidhi
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherHalar Tirth Aradhana Dham
Publication Year1998
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy