________________
(પ્રકાશકીય આનંદપૂર્વક જણાવવાનું કે, હાલારના આંગણે અઢાર અભિષેક, અંજનશલાકા તથા આઠ-આઠ દીક્ષાઓ જેવા આ પ્રસંગમાં પાવનીય નિશ્રા પરમપૂજ્ય, સચ્ચારિત્રચૂડામણિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પરમપૂજ્ય, તપસ્વી સમ્રાટ, વર્ધમાન તપની ૧૦૦+૧૦૦+૮૯મી ઓળીના આરાધક, આચાર્યદેવ શ્રીમદ્વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાની મળી અને અંતરના આશીષ મળ્યા છે. પરમપૂજ્ય શાસનશિરોમણી, આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક શિષ્યરત્ન, શાંતમૂર્તિ, ગુરૂપદ ચરણસેવી, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના જેથી આ પરમાત્મ ભક્તિના અવસરે આ પુસ્તક પ્રગટ કરવાનો વિચાર થયો.
પરમપૂજય, પરમોપકારી, હાલારદીપક, અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી કહેતા કે. વર્તમાનકાળમાં આત્માની ઉન્નતિ માટે સહેલો ઉપાય નમસ્કાર મંત્ર સ્મરણ-પરમાત્માની ભક્તિ છે. .
આ બન્ને યોગોની પુષ્ટિનું શ્રેષ્ઠ સાધન પરમાત્માના અભિષેક છે. ૧૮-૧૮વિશિષ્ટ ઔષધીઓથી યુક્ત અભિષેક થવાથી જિનમંદિરજિનમૂર્તિમાં થયેલી આશાતના દૂર થાય છે. આત્મા શુદ્ધ બને છે.
આવા ઉદ્દેશપૂર્વક હાલારના ૪૩ જેટલા જિનાલયોમાં એક જ દિવસે એક જ ટાઈમે જેમ પરમાત્માના જન્મ વખતે સર્વે જીવોને સુખશાંતિ અને સમાધિની અનુભૂતિ થાય છે, તેવા જ પૂર્ણ ભાવપૂર્વક અભિષેકની ભાવના અમારા ઉપકારી, હાલારના હીરલા, આચાર્યદેવ શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા તથા હાલારરત્ન મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજની અદેશ્યકૃપા અને આશીર્વાદથી પરમપૂજ્ય, પંન્યાસશ્રી વજસેનવિજયજીગણિશ્રીના સદુપદેશથી થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org