________________
૮. 'જિત' શૈક્ષણિક સહાય માટેની પાત્રતા નક્કી કરતા કઇ બાબતોનો ખ્યાલ રાખે છે ?
'જિત' ના પ્રતિનિધી | સ્વયંસેવકો અરજદારના પરિવારની રૂબરૂ મુલાકાત લે છે. અને 'જિત' ની કાર્યપ્રણાલી મુજબની જરૂરી ચકાસણી કરે છે, તઉપરાંત તે કુટુંબમાં રહેલી ધર્મની ભાવના તેમજ વિગત ઉપરાંત કોઇ પણ સંસ્થા/ વ્યક્તિગત લીધેલ સહાયની નોંધ લે છે.
'જિત' પોતાનું કાર્યક્ષેત્ર ગામડાઓ પુરતુંજ મર્યાદિત શા માટે રાખે છે ? સુરત, વડોદરા મુંબઇ, પુના, દિલ્હી, ચેન્નઇ, કોલકતા, અમદાવાદ, હૈદ્રાબાદ, જેવા મહાનગરોમાં અને અન્ય શહેરી વિસ્તારોમાં ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે, માટે 'જિત'
તેમનું કાર્યક્ષેત્ર ગામડાઓમાં વિકસાવ્યું છે . ૧૦. આપણા સમાજના દરેક લોકો આ શૈક્ષણિક જાગૃતિ અભિયાનમાં કઇ રીતે જોડાઈ શકે ?
કોઇપણ સેવાભાવી ભાવના ધરાવતી વ્યક્તિ તન, મન, ધન થી જોડાઈ શકે છે. જોડાયેલી વ્યક્તી શ્રમદાન અને આર્થિકદાન રૂપે સંસ્થાને મદદરૂપ થઇ શકે છે.
સ્વયંસેવકનું કાર્ય શું છે ? શ્રમદાન અથવા આર્થિકદાન રૂપે સ્વયંસેવકો પોતાના કાર્યક્ષેત્ર અને નજીકના ગામડાઓમાં રૂબરૂ જઇ ત્યાં વસી રહેલા સાધર્મિક કુટુંબોને આપણી સંસ્થાની યોગ્ય રીતે વિગતવાર માહિતી આપવી જેમ કે, (અ) સંસ્થાના સોવેનીયર - બ્રોશર - અરજીપત્રક વિતરણ કરવું તથા તેને ભરવા માટે
મદદરૂપ થવું. (બ) સંસ્થામાંથી આવેલી અરજીઓના અરજદારના ઘરે જઇ તેની મુલાકાત લઇને સંસ્થાની - જરૂરીયાત પ્રમાણે સંપૂર્ણ નિરપેક્ષ તપાસ કરવી તેમજ ગામના સ્થાનિક લોકો પાસેથી
માહીતી મેળવવી. (ક) સંસ્થા પાસેથી આવેલી મદદ અરજદારના ઘરે પહોચાડવી તથા દરેક દસ્તાવેજોની જરૂરી
ઔપચારીકતા પૂરી કરવી. (ડ) સંસ્થાની જરૂરીયાત પ્રમાણે સમય અનુસાર વિવિધ પ્રવૃત્તીઓમાં ઉત્સાહ ભેર ભાગ લેવો.
(ઈ) 'જિત'ના હોશીલા સ્વયંસેવકો પોતે તેમના કુટુંબીજનોને, મિત્રમંડળમાં અને સામાજીક
સંસ્થાઓમાં આ શૈક્ષણિક અભિયાન ની માહિતી તેમજ સફળતાની મૌખીક અને સંસ્થાના પરિપત્રો દ્વારા તેમને માહીતગાર કરી આર્થિક ફાળો આપવા માટે પ્રેરે છે. તેમજ આપણા સમાજમાં ઉજવાતા સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં જાહેર થતી સખાવતોની રકમમાંથી પણ અમૂક ફાળો 'જિત' માટે લઇ આવે છે.
૧૨. જિત સંસ્થાના સ્વયંસેવકો કઇ બાબતો ધ્યાનમાં રાખે છે ?
૧) સંસ્થાના બંધારણનું પાલન તેમજ નિતિનિયમોનો ખ્યાલ રાખે છે. ૨) જરૂરીયાત મુજબની જ માહિતી જે તે વ્યક્તિ અથવા સંસ્થાને આપે છે. ૩) 'જિત' ના નામનો કોઇ પણ ક્ષેત્રમાં અથવા કાર્યમાં દુરૂપયોગ કરતા નથી. ૪) અરજદાર વ્યક્તી અથવા કુટુંબોનો અભિપ્રાય તટસ્થ અને નિષ્પક્ષ રીતે આપે છે. ૫) કાર્યકરોની મંજુરી મેળવ્યા બાદ જ સંસ્થા વતી સહાયની બાહેંધરી આપે છે.
પણ આજળો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક મળે