________________
૧૦
5 ( સાહજિક પ્રા-ઉત્તર 0 5
૧. 'જિત' એ શું છે ?
'જિત' એ જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટનું ટુંકું નામ છે. 'જિત'નો હેતુ શું છે ? જૈન સમાજના દરેક સંપ્રદાયના ગામડાઓમાં તથા નાના શહેરોમાં વસતા આર્થિક રીતે નબળી પરિસ્થિતીવાળા સાધર્મિક જૈન કુટુંબોને શૈક્ષણિક ક્ષેત્રે મદદ કરે છે તથા રોજગાર વિહોણા કુટુંબોને રોજગાર આપીને તેમનો ધાર્મિક તથા આર્થિક દરજ્જો ઉપર લાવવાનો 'જિત'નો હેતુ છે. 'જિત' નો ઉદેશ શું છે ? જેમ વાડ વગર વેલો ઉપર ચડતો નથી તેમ અત્યારની મોંઘવારી અને પંચમકાળમાં સાધર્મિક કુટુંબોને એક ટેકાની જરૂર છે જે 'જિત' શૈક્ષણિક સહાય આપીને વાડ રૂપી કાર્ય કરી રહ્યું છે જેના લીધે દરેક કુટુંબોના બાળકો ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત કરે અને તે કુટુંબ આત્મનિર્ભર બને અને સમાજમાં તેનો આર્થિક અને સામાજીક અને ધાર્મિક દરજ્જો ઉપર આવે એજ 'જિત' નો ઉદેશ છે. 'જિત'નું લક્ષ શું છે ? આજનો સાધર્ષિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને . 'જિત' પોતાનું ધ્યાન શૈક્ષણિક સહાય ઉપર જ શા માટે કેન્દ્રીત કરે છે ? શિક્ષણ એ જીવનના પાયાનું ઘડતર છે અને આજ સનાતન સત્ય છે, 'જિત'ના સર્વેક્ષણમાં એમ જણાયું કે ગામડામાં વસતા આપણાં સમાજના સાધર્મિક કુટુંબોના બાળકો પૂરતી શૈક્ષણીક સહાયના અભાવે આગળ ભણી શકતા નથી આવા સંતાનો ભણે અને ઉજ્જવળ ભવિષ્ય તથા કારકિર્દી પ્રાપ્ત કરી પોતાના પરિવારને ઉપર લાવી શકે તે માટે શૈક્ષણિક સહાયને પ્રાધાન્ય અપાયું છે. 'જિત'ની સહાય કઇ રીતે મેળવી શકાય ? સહાય મેળવવા માગતી વ્યકતીએ સંસ્થાનું નિયત કરેલું કોટુંબિક અરજીપત્રક ભરીને એમાં દર્શાવ્યા મુજબના દસ્તાવેજો જોડીને સંસ્થાને મોકલવાનું રહે છે. આ અરજીપત્રક સંસ્થાને જણાવવાથી, સ્થાનિક પ્રતિનિધી, સ્વયંસેવકો પાસેથી મેળવી શકાય છે. 'જિત' શૈક્ષણિક સહાય કઇ રીતે મોકલાવે છે ? ઘો. ૧ થી ૧૨ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપી 'જિત' મંજુર કરેલ અરજીઓની રકમનો ચેક, ડી.ડી. જે તે શાળા / કોલેજના નામે અરજદારના સરનામાં ઉપર મોકલી આપે છે. અને તે માટે કોઈ પણ અરજદારે 'જિત' ને ફોલોઅપ કરવાનો રહેતો નથી. ઘો. ૧૨ પછીના અભ્યાય માટે વગર વ્યાજની લોન (ભંડોળની ઉપલબ્ધી મુજબ) સરળ હપ્તાથી આપે છે.
Jasairon rane re
Personal & Pevaleuse
www.jainelibrary
આજનો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને