________________
- Aો છે
વીર્યનાડીઓને ક્ષુબ્ધ કરે છે.ભોજન ખૂબ ચાવીને કરો. થાકેલા હો ત્યારે તરત ભોજન ન કરો. થોડો વિશ્રામ લીધા બાદ ભોજન કરો. ભોજન કર્યા પછી તરત પરિશ્રમ ન કરો. ભોજન પહેલાં પાણી ન પીઓ. ભોજન વચ્ચે તથા ભોજન પછી અડધાથી એક કલાક બાદ પાણી પીવું હિતકર છે.
સાંજે અલ્પાહાર જ કરો. રાત્રે ભોજન કરવું હિતાવહ નથી. રાત્રે ભોજન કરવાથી સ્થૂળતા વધે છે, આળસ-થાક લાગે છે. આવી વ્યક્તિને વૃદ્ધત્વ પણ જલદી ઘેરી વળે છે. જેટલી મોડી રાત એટલો જઠરાગ્નિ વધારે મંદ. જઠરાગ્નિ મંદ થાય એટલે કબજીયાત થાય. કબજિયાત બધી બીમારીની જનની છે. એને દૂર કરવી જ જોઈએ.
ભોજનમાં પાલક, પરવળ, મેથી, કોળું, તાંદળજાની ભાજી વગેરે લીલાં શાકભાજી, દૂધ, ઘી, છાશ, પાકાં ફળો વગેરે વિશેષ લો. આથી જીવનમાં સાત્ત્વિકતા વધશે અને કામ, ક્રોધ, મોહ વગેરે વિકારો ઘટશે. દરેક કાર્યમાં ઉત્સાહ અને પ્રસન્નતા જળવાઈ રહેશે. ભોજનમાં લીલાં મરચાંનો ઉપયોગ ઓછો કરો, મરીનો ઉપયોગ હિતાવહ છે.
રાત્રે સૂતાં પહેલાં ગરમ દૂધ ન પીવું જોઈએ. એનાથી રાત્રે સ્વપ્નદોષ થઈ જાય છે. ક્યારેય પણ મળ-મૂત્રની હાજત ન રોકવી. રોકેલા મળથી નાડીઓ ક્ષુબ્ધ થઈને વીર્યપાત કરે છે. પેટમાં કબજિયાત હોવાથી જ મુખ્યતઃ રાત્રે વીર્યપાત થતો હોય છે. આંતરડામાં રોકાયેલો મળ વીર્યનાડીઓ પર દબાણ કરે છે. કબજિયાતની ગરમીથી પણ નાડીઓ ક્ષુબ્ધ થઈને વીર્યને બહાર ધકેલે છે. આથી સદાય પેટ સાફ રાખો. એ માટે ક્યારેક ક્યારેક ત્રિફળાચૂર્ણ અથવા હરડે અથવા ઇસબગુલ પાણી સાથે લેતા રહેવું. વધારે પડતી કડવી, ખાટી, ચટપટી અને બજારુ દવાઓ ઉત્તેજક હોય છે. એના ઉપયોગથી બચો. કોઈ કોઈ દિવસ ઉપવાસ કરવો. પેટને આરામ આપવા માટે ક્યારેક નિરાહાર રહી શકો તો સારું. માટે જ દર પંદર દિવસે એક ઊપવાસ કરવાનું જૈન શાસ્ત્રોમાં કહ્યું છે.
आहारं पचति शिखी दोषान् आहारवर्जितः। અર્થાત્ જઠરાગ્નિ આહારને પચાવે છે અને ઉપવાસ દોષોને પચાવે છે. ઉપવાસથી પાચનશક્તિ વધે છે.
izSie ein
ernational
For Personal & Private Use Only
www.jainelicans
૩૩.