________________
વિવેક, વડીલોની સેવા, ગરીબોની અનુકંપા, જીવદયા, ઇશ્વરભક્તિ, સંતસમાગમ, ઇમાનદારી વગેરે ગુણોનું શિક્ષણ તો પરિવાર નામની પાઠસાળામાં જ આપવાનું હોય છે. જે ખાનદાન અને સંસ્કારી પરિવારો હોય છે, તેમાં જન્મ ધારણ ક૨ના૨ પ્રત્યે બાળકોને આ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે, તેવા જ પરિવારો સંસ્કારી અને ખાનદાન ગણાય છે.
બાળકોને સારા સંસ્કારો પરિવાર નામની સંસ્થામાં મળે છે તો તેને સુચારુ વ્યવહારિક શિક્ષણ માટે યોગ્ય સ્કૂલમાં મોકલવો પણ જરૂરી છે. આ સ્કૂલમાં બાળકને ભાષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ગણિત, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, ઈતિહાસ, જ્યોતિષ, કલા, સંગીત, વ્યામ વગેરે વિષયોનું શિક્ષણ તે - તે વિષયના નિષ્ણાતો પાસે મળવું જોઈએ. જૂના જમાનામાં સ્ત્રીઓને ૬૪ કળાઓ અને પુરુષોને ૭૨ કળાઓ શિખવાડવામાં આવતી હતી. તેમાં ઉપરના તમામ વિષયોનો સમાવેશ થતો હતો. આ કળાઓ શિખનાર વિદ્યાર્થીના વ્યક્તિત્વનો સર્વાંગિણ વિકાસ થતો હતો અને તે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવાની ક્ષમતા હાંસલ કરતો હતો. આજની સ્કૂલોમાં આ ૬૪/૭૨ કળાઓ પૈકી માંડ ત્રણ-ચાર કળાઓ જ ભણાવવામાં આવે છે, જેને કારણે આજની કેળવણી અધૂરી અને પાંગળી છે. પોતાનાં બાળકના વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ કરવા માટે મા-બાપે તેમને આ ૬૪/૭૨ કળાઓનું શિક્ષણ તેના નિષ્ણાતો પાસે આપવું જોઈએ.
જે માતાપિતાએ આ સર્વાંગીણ શિક્ષણની બાબતમાં પોતાના સંતાનોની ઉપેક્ષા કરે છે, તેમની ઉ૫૨ ફિટકાર વર્ષાવતાં ચાણ્ય કહે છે કે, જે બાળકને યોગ્ય અભ્યાસ નથી કરાવવામાં આવતો તે બાળકની માતા બાળકની શત્રુ છે અને પિતા વેરી છે. હંસોની સભામાં જેમ બગલો નથી શોભતો તેમ સાક્ષરોની સભામાં મૂર્ખ બાળક શોભતો નથી. આજે માબાપો પોતાનાં બાળકના શિક્ષણ અને ટ્યૂશન પાછળ હજારો અને ક્યારેક લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ આ શિક્ષણ બાળકને આત્મનિર્ભર અને સ્કોલર બનાવતું નથી. આજની શિક્ષણ પદ્ધતિ માત્ર ચાવી દીધેલાં રમકડાંઓ પેદા કરે છે, જેઓ
tion International
For Personal & Private Use Only
www.jainelibrary
૧૪૮
1 리드라고