________________
નવતત્ત્વ, દંડક, કર્મગ્રંથ કે પછી માર્ગાનુસારીના ૩૫ ગુણ, શ્રાવકના ૨૧ ગુણ, પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણ, ૧૪ ગુણસ્થાનકો, જીવના ૫૬૩ ભેદ, છ જીવનિકાય, છ આરા, છ વેશ્યા, ૮ કર્મપ્રકૃતિ, ૧૨ ભાવના, તીર્થકરોના ૩૪ અતિશયો, ચાર કષાય - નવ નોકષાય, બ્રહ્મચર્યની ૯ વાડ, ચાર ગતિ, ૭ નરક, ૪૫ આગમો, જંબૂદ્વીપની રચના ઇત્યાદી વિષયો ઉપર જ્ઞાન-સમજણ આપી શકાય.
વળી જૈન સંસ્કૃત સ્તોત્રો, કાવ્યો, નાટકો, સાહિત્યપ્રકારો વ્યાકરણાદિ ઉપર પણ પ્રકાશ પાથરી શકાય.
7
)
| (૯) ચારિત્ર બ્લોક - ઉજ્જવળ શુભ્ર રંગના આ ભવનમાં ચારિત્રના ૭૦ ગુણોનું અદ્ભુત સંયોજન થયેલું હોય, પછી ભલે તે ચિત્રાવલી થકી કરાયેલું હોય કે ટેકનોલોજી દ્વારા.
આસન, કટાસણાં, મુહપત્તિ, ચરવળા, ચોળપટ્ટા, કામળી, કાપડ, દંડાસણ, ડાંડા, ઝોળી, પાતરાં, ઠવણી, તરાણી, સંથારીઆ, નવકારવાળીની ડબ્બી, વાસક્ષેપના નાના બટવા, સ્થાપનાચાર્યજી, પૂંજણી, સામાયિકઘડી, દોરી, પાટલા, કંદોરા ઇત્યાદી ઉપકરણોનું પ્રદર્શન અહીંરાખી શકાય.
આ ભવનમાં પૂર્વાચાર્યો : જેવા કે શ્રી ઉમાસ્વાતિજી, પૂ. આ. શ્રી પાદલિપ્તસૂરીજી, પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીજી, શ્રી સ્કંદકાચાર્યજી, પૂ. હરિભદ્રસૂરીજી, પૂ. કાલિકાચાર્યજી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ. માનતુંગાચાર્યજી, શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદિ આદિનાં જીવનચરિત્રો ઉપર વાંચન - શ્રવણ દ્વારા, દૃશ્ય-શ્રાવ્ય દ્વારા કે નાટિકા-અભિનય દ્વારા પ્રકાશ પાથરીને જીવન જીવવાની દિશા દર્શાવી શકાય. ઉપરાંત જૈન ધર્મના પ્રભાવકો અને મહાન પુરૂષો જેવા કે ધન્ના-શાલિભદ્ર, ઇલાયચીકુમાર, રોહણીયો ચોર, દેઢ પ્રહારી, વંકચૂલ, મમ્મણ શેઠ, પૂણીયો
JESS
on International
For Personal & Private Use Only
www.jainer
૧૨૯