________________
બાહ્ય અસ્તિત્વ ઘડતરમાં વિક્ષેપ ઊભો થઈ શકે છે તેની બૃહ સમજણ અપાય.
માતા-પિતાનાં કરેલાં તથા ગર્ભસ્થાનથી મળેલા ; એ રીતે બે જાતનાં દુ:ખોથી પિડાયેલા અને અશુચિથી તરબોળ થયેલા પોતાના જ બાળકના આત્માને શાતા અને હિતશિક્ષા આપવા ક્યા માતપિતા નહીં ઇચ્છે ? ?
શુદ્ધ ચારિત્ર્યનું પાલન કરનાર શ્રમણ ભગવંતોની પર્યપાસના કરવાથી - સત્સંગથી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ શ્રુત શાસ્ત્રશ્રવણની અને ત્યાગવા યોગ્ય હેયપદાર્થો ને ગ્રહણ કરવા યોગ્ય ઉપાદેય પદાર્થોના ભેદજ્ઞાનરૂપ વિવેકબુદ્ધિની પ્રાપ્તિ થાય છે.
માતૃભવનનું નિર્માણ એ અનવરત સત્સંગનું નિમિત્ત પૂરું પાડશે. દાન – શીલ - તપ - ભાવરૂપી ચતુર્ધર્મ પાલનમાં, નવ પ્રકારે પુણ્ય આદરવામાં અને અઢારે પ્રકારનાં પાપકર્મથી દૂર રહેવામાં જ બાળકનું પરમ હિત સમાયેલું છે તો મોહનીય કર્મનાં સંતાપથી બચવા દરેક દંપતી આવા માતૃભવનોને અવશ્ય આવકારશે.
માતૃભવનની સંરચના
એક વિશાળ ભૂમિખંડની શુદ્ધિ કરાવી તેમાં વર્તુળાકારે નવ ભવનો બંધાવવા, જેનાં કેન્દ્રમાં જિનચેત્ય શોભી રહ્યું હોય.
વર્તુળાકારે નવ ભવનો (૧) સુવિશાળ બૃહખંડ બ્લોકઃ
ગર્ભવતી માતાનો વધુ સમય અહીં વ્યતીત થવાનો છે, જેમાં રોજ સુર્યોદયકાળનું સવારનું પ્રતિક્રણ, સવારના યોગાસનો, પ્રાણાયામ અને હળવી કસરતો, સવારના વ્યાખ્યાનશ્રવણ ૯ થી ૧૦ કલાકે, બપોરે ૩ થી ૫ કલાકે પાઠશાળા, વળી રાતનું પ્રતિક્રમણ પશ્ચાત્ કોઈ વાર ભક્તિ ભાવના,
SHE
el
l ation International
For Personal & Private Use Only
www.ja neba
૧૨૬