SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષણમાં માતાના ગર શંકલ્પબળની અસર બાળકોના મગજની ખીલવણી તેની માતાના વિચારોના બળ ઉપર આધાર રાખે છે. માટે જ પ્રજાને સ્વતંત્ર મગજની સુશિક્ષિત તેમ જ કળાપૂર્ણ બનાવવા માતાઓને સંસ્કારી બનાવવાની જરૂર છે. વિજયવંત વજસ્વામી, વિદ્યાવિશારદ યશોવિજયજી, શ્રીમદ્ શંકરાચાર્ય, ગૌતમબુદ્ધ વગેરે અનેક સમર્થ પુરુષોના ગુણગાન આપણે કરીએ છીએ તે માતાના ફળસંકલ્પ અને ઉત્તમ ગુરુના શિક્ષણનું ફળ છે. હાલ પાશ્ચિમાત્ય પ્રદેશમાં સંકલ્પ બળનો પ્રચાર થવાથી ત્યાં ઘણા બાળક સારા પેદા થાય છે. એવી પ્રતીતિ મળી રહી છે. લંડન શહેરમાં માસ્ટર લેબર્ટ નામનો એક છોકરો છે. તેની માતાના સંકલ્પબળથી તે જન્મ્યો ત્યારે ૨૩ શેર વજનનો હતો. તેની ભૂખ રાક્ષસી હતી અને તે પંદર દિવસનો થયો કે તેના વજનમાં દશ શેરનો વધારો થયો હતો. અમેરિકાના શિકાગો શહેરમાં કોલેટ્ટારેગન નામની છોકરી છે, તે તેણીના માના સંકલ્પબળથી ઘણી જ નાની ઉંમરમાં ચાલતા શીખી છે, કે તેણીને જોઈ મોટા ડોક્ટરો પણ આશ્ચર્ય પામે છે, ત્રણ દિવસની થઈ કે તે પેટે ચાલવાને ઊભી થઈ. ટગમગુ આખા ઓરડામાં ફરવા લાગી. તે પોતાની મેળે ધાવણની શીશી લઈ ધાવતી હતી અને તાલબંધ ટકોરા વગાડી શકે છે ! ચુબર્નવીક પરગણાના ડોનાલ્ડમરફી નામના છોકરાઓએ તેની માતાના સબળ સંકલ્પ સંસ્કારથી છ વર્ષની ઉંમરમાં જ નવાસરખા રમકડાનું ‘પેટન્ટ’ મેળવ્યું હતું. ઇલીનો શહેરના ઓલબર્ડ સ્મીથ નામના છોકરાએ માતાની સંકલ્પ સિદ્ધિવડે બાર વર્ષની ઉમરે હોડી હંકારવાના એક નવા સાંચાની સંકલ્પસિદ્ધિને લીધે અગ્નિમાંથી બચવાના સાંચાની શોધ માટે ૧૨૦૦૦ રૂપિયા મળ્યા હતા. સેમ્યુઅલ કોલ્ટે ફક્ત પંદર વર્ષની ઉંમરે પોતાની માના સુદઢ સંકલ્પ સંસ્કારથી પ્રખ્યાત રીવોલ્વરની બનાવટ સંબંધી શોધ મેળવી હતી. Ell- Education International For Personal & Private Use Only ૧૧૧ www.jainelibrasyond SUV CRUIT LAVA
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy