SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જયંથી અથS એ સંતો (પ્રભુના) સ્વીકારેલા છે; અને (બીજાના માર્ગદર્શક) અગ્રેસરો છે. (૧૫) પ્રભુના ધામમાં તેઓ માન પામે છે. (૧૦૬) અને રાજદરબારોમાં પણ તેઓ શોભે છે. (૧૦૭) તેઓના ધ્યાનનો એકમાત્ર વિષય સદ્ગુરુ (અને તેમણે આપેલું નામ) જ હોય છે. (૧૦૮) જગકર્તાની કરણીનો સુમાર જ કયાં છે કે તેનો વિચાર કરીને કોઈ વર્ણવવા બેસે ? (૧૦૯-૧૧૦). પરમાત્મા દયાપૂર્વક ધર્મરૂપી નંદી પેદા કરીને – (૧૧૧) – તેના પ્રબંધમાં આ બધું સ્થાપી રાખ્યું હોઈ, સંતોષપૂર્વક પ્રવર્તે છે. (૧૧૨) એ વાત જે સમજે, તે સત્ય પરમાત્મામાં રમમાણ થઈ શકે. (૧૧૩) બાકી, લોકે માને છે તે (સામાન્ય) નંદી (બિચાર) કેટલોક ભાર ઊંચકી શકે ? (૧૧૪). (કારણ) આ ધરતીની આગળ પાછી કેટલીય ધરતીઓ છે! એમની પણ આગળ બીજી, અને પાછી આગળ બીજી ! (૧૧૫) એ બધીના ભાર તળે (પરમાત્માનું નહીં તો) શાનું જોર છે? (૧૧૬) ૧. પંર | અત્યાર સુધી પૌડી ૮થી ૧૫ લગી, જેમનું વર્ણન કરતા આવ્યા છે, તે સંત. ૨. ઘરવાળ – પરવાનાવાળા – માન્ય રખાયેલા, માપવાના ગજરૂપ (પ્રમાણરૂ૫) એવો બીજો અર્થ પણ થાય. ૩. રહે. ૪. હરિ રાજ્ઞાન . ૫. વ. ૬. દયાને પુત્ર ધર્મરૂપી નંદી – બળદ. નંદીનાં શીંગડાં ઉપર પૃથ્વી ટેવાઈ રહી છે એવી પ્રચલિત માન્યતાનું અહીં ખંડન છે. ૭. સૂતિ - સૂત્રમાં. ૮. સંતોકુ ! ૯. યુ / ૧૦. હો સવિન પ્રભુએ જ આ સૃષ્ટિ સરજી છે, તથા તેમાં પરમાત્માને શેહુકમ છે, તે ગુરુ પાસેથી જાણે, તે જ ગુરુ પાસેથી નામ પામીને પરમાત્માની ભક્તિ કરતો થાય, એ ભાવ સમજવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy