________________
પંજયથી વળે? સૂબા અને અન્ય મુસલમાન સમક્ષ નાનકે ભજનો ગાઈને સાચા મુસલમાનનું નિરૂપણ કર્યું. તે સાંભળી એ સૌ નાનકને નમી પડ્યા. અહીંથી હવે ગુરુ નાનકનો
ગુરુ તરીકેને ભ્રમણકાળ શરૂ થશે.
ગુરૂનો સુલતાનપુરનો નિવાસ તેમની પચીસ વર્ષની ઉંમરના અંદાજે પૂરો થયો હશે. ત્યાર પછી તે ઉત્તરાવસ્થામાં નિરાંતે કરતારપુર ગામે સ્થિર થયા ત્યાં સુધી બધા કાળ, તેમણે દેશાટનમાં કાવ્યો, એમ પુરાવા મળે છે.
નવીન સત્ય વાધ્યાનું જેમ, ભરજુવાની અને કુટુંબ પરિવારને ત્યાગ – આટલી અનુકૂળ સામગ્રી એમની પાસે હતી. અને તે કાળમાં ભ્રમણ જ એકમાત્ર જ્ઞાનપ્રાપ્તિ ને પ્રચારનું સાધન હતું. ફકીર અને સાધુઓની સંન્યાસ સંસ્થા લોકમાન્ય હતી, અને ભ્રમણ વિસ્તૃત થઈ શકે એટલી ઉમર પણ સામે બાકી હતી. પચીસમા વર્ષે પ્રારંભ થો માનીએ, તે ૧૪૯૪-૫ માં તે સુલતાનપુરથી નીકળ્યા હશે અને ઈ. સ. ૧૫૨૫ સુધી બહાર ફર્યા હતા, એની તે ઐતિહાસિક નિશાની પણ છે.
એમના તીર્થાટનને પ્રારંભ પૂર્વ દિશાથી થશે. આસામ અને જગન્નાથ સુધી જઈને બાર વર્ષે તે પાછા તલવંડી આવ્યા. ત્યાં થોડુંક રોકાઈને દક્ષિણ તરફ ઊપડયા ને સિલોન (શ્રીલંકા) સુધી જઈ આવ્યા.
દક્ષિણ દિશા પૂરી કરીને ગુરુ પાછા પંજાબ આવ્યા, અને આ વેળા ઠેઠ ઉત્તરે કાશ્મીર તરફ ઊપડયા. ત્યારે પ્રવાસ પૂરો કરીને તે પશ્ચિમમાં મક્કા મદીના તરફ ગયાઅને બગદાદ સુધી પણ ગયેલા, એ વિશે ન એક પુરા હાલમાં મળી આવ્યું છે.
ચાર દિશા પૂરી કરીને તેમણે છેવટે પોતાની માતૃભૂમિ પંજાબમાં ફરવાનું શરૂ કર્યું. ૧૫૨૪માં બાબરે સૈયદપુર લૂંટયું ત્યારે નાનક યાં હતા, એમ હકીકત મળે છે. પંજાબમાં ભ્રમણ પૂરું કરી, રાવી નદીને કિનારે એક રમ્ય સ્થાને તેમણે નિવાસ કર્યો. એક ધનવાન શીખે ત્યાં ગામ વસાવ્યું, જેનું નામ કરતારપુર પડયું. અને અહીં ગુરુ પિતાના અંતકાળ સુધી ઘર કરીને રહ્યા : ફકીરને વેશ છોડી દીધા ને કુટુંબ સાથે ખેડૂતજીવન ગુજારવા લાગ્યા.
ગુરુ નાનક લેકગમ્ય શૈલીમાં ને લોકભાષામાં બોધ આપતા. તે ઉપરાંત તેમણે સંગીતમય ઉપાસનાની શક્તિ ખૂબ ખીલવી. એક ઈશ્વર અને તેના પ્રતીક તરીકે મૂર્તિ નહિ પણ તેનું નામ – આ વસ્તુ એમણે સ્વીકારી. સત્સંગ અને સંઘની પરસ્પર ભાવનાને પણ એમણે મહત્ત્વ આપ્યું હતું, તે આપણે એમના કરતારપુરના દિવસો પરથી જોઈ શકીએ છીએ. એકાંતિક ભક્તિનું તત્ત્વ, ગુરુ નાનકના શિક્ષણનું સર્વોત્તમ સત્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org