________________
ઉપાદ્ધાત
૫
ગણાય. અલબત્ત ગુરુ-વાણીના એક ચમત્કાર મારા અનુભવમાં આવ્યો છે તે જણાવતા છજવા જોઈએ : જેમ જેમ તેનું રટણ-પઠન વધતું જાય છે, તેમ તેમ અંતર શુદ્ધ થતું જઈ, ગુરુ-વાણીનું રહસ્ય વધુ ને વધુ અવગત થતું જાય છે. એવી વેદમય વાણીનું સંપૂર્ણ રહસ્ય તા પૂર્ણ થયેલા જ પૂરેપૂરું પામે; છતાંય મારાં ગુજરાતી બંધુ અને બહેનેા એ તેજસ્વી વાણીથી જેટલાં જલદી પરિચિત થાય તેટલું સારું, એવી કાંઈક અધીરાઈને જ મારા જેવાએ આ પ્રવૃત્તિ ઉપાડવામાં નિમિત્ત બનેલી ગણવી જોઈએ.
૨. ગુરુ નાનક* (૧)
શીખ ધર્મના ગુરુ-ગ્રંથમાં ' જપુજી'નું સ્થાન અદ્વિતીય છે. તે આદ્યગુરુ શ્રી નાનકદેવની વાણી છે. તેને ગ્રંથસાહેબની રાગવાર પ્રકરણ-ગોઠવણીમાં નથી લેવામાં આવી. તેને પાતાનું નાખું સ્થાન ને તે આદિમાં અપાયું છે.
ગ્રંથસાહેબમાં તે આદિમાં એટલું જ નહિ, તેનું મૂળ ને સત્તાવાર રહસ્ય બતાવવામાં પણ ‘જપુજી'નું સ્થાન સર્વોત્તમ ને સર્વ-પ્રથમ ગણાય છે. તે આખા ગ્રંથના નિશાન – ધજારૂપ છે. શીખધર્મનાં મૂળ તત્ત્વો એમાં આવી જાય છે. તેથી, એને
A
*
‘ગુરુમંત્ર’ પણ કહે છે; અને દરેક શીખ રોજ સવારે એના વિધિપૂર્વક પાઠ કરે છે.
પાઠ કરવાનો આ રિવાજ ગુરુ નાનકે પોતે જ શરૂ કરેલા. ગુરુ નાનકે હિંદમાં ને સરહદ પાર ભ્રમણ કર્યા પછી, પાતાની ઉત્તરાવસ્થામાં, જ્ઞાનવૃદ્ધ ને સત્યનિષ્ઠ થઈ, પોતાના કુટુંબ સાથે કરતારપુરમાં વાસ કર્યો. ત્યાં એક સામાન્ય ખેડૂતનું જીવન ગુજારતા તે રહેવા લાગ્યા. ત્યારે, એમણે પાતે, અનેક પ્રસંગો પર લખેલી છૂટી છૂટી પૌડીની૧ માળા, પેાતાના જપ માટે તૈયાર કરી હતી. તેમની સાથેના ભક્તજનો પણ આ પૌડીની જપમાળાના પાઠ કરતા. અને એમ, ગુરુ નાનકના જીવનકાળમાં જ. ‘જપુજી'ની આજની પ્રતિષ્ઠા શ્રીહસ્તે જ થઈ હતી. તેનું એ નામ પાડવાનું કારણ તેના આદિમંત્રમાં આવતા ‘જપુ શબ્દને કારણે છે; ' તેને માનવાચક પ્રત્યયરૂપે લગાડવામાં આવે છે.
6
(૨)
ગુરુ નાનકને જન્મ લાહાર પાસે તલવંડી કરીને ગામમાં ઈ. સ. ૧૪૬૯માં (વિ૦ સં૦ ૧૫૨૬, વૈશાખ સુદી ૩ને રોજ) થયા હતા. આ ગામને આજ નાનકાના સાહેબ તરીકે ઓળખવામાં આવે છે, અને તે હવે પાકિસ્તાનમાં ગયું છે.
*આ ભાગ, શ્રી. મગનભાઈ દેસાઈ સંપાદિત ‘ જપજી ’ના પદ્ય અનુવાદની શરૂઆતમાં તેઓશ્રીએ જોડેલા ‘ગુરુ નાનક અને આપણી સંસ્કૃતિ' એ શીર્ષક હેઠળના મહા-નિબંધમાંથી તારવ્યા છે. `
૧. પૌડી = પગલું; (સીડીનું) પગથિયું.
૨. ૧૪૬ના એપ્રિલની ૧૫મી તારીખે. પાછળના લેાક કહે છે: કાદંતકી પૂર્ણિમાએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org