SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પંજથી કડી ૪૦: કુમુવિ રહિમા સમ – ગુરુમુખ થનારો પરમાત્મામાં સમાઈ ગુરુ નાનક પૂરા અતવાદી છે. સચખંડની છેલ્લી ભૂમિકાએ પહોંચ્યા પછી જીવ-જગત અને ઈશ્વરને દ્વૈતભાવ રહેતું નથી. સત્ય પરમાત્મા એક જ રહે છે. તેથી ગુરુ નાનકનાં પદેમાં પરમાત્માને સાક્ષાત્કાર કરવાને બદલે કે પરમાત્માને પામવાને બદલે પરમાત્મામાં સમાઈ જવાનો ઉલ્લેખ જ મુખ્યત્વે આવે છે. જીવભાવ-જગત એ બધું છે ખરું, પણ જીવે તે કોટલું તેડીને પાછા એક'રૂપ થઈ જવાનું છે. તે સ્થિતિએ પહોંચ્યા પછી ‘એક’ સિવાય બીજું કાંઈ રહેતું નથી.' - કડી ૧ : શુ ફર્સ ... સગર ઈવર (શિવ)... - ગુરુ નાનક અહીં તે (કડી ૪૨) એટલું જ કહીને અટકી જાય છે કે, “હું જે જાણું છું, તે જીભે કહી શકતો નથી'; પણ બીજા એક પદ (રાગ મારૂ, ૫૦ ૧, પૂ૦ ૧૦૩૧, ૫-૧૧-૧)માં તે તે કહે છે – सरणि परे गुरदेव तुमारी, तू समरथ दइआलु मुरारी । तेरे चोज न जाणे कोई, तू पूरा पुरखु विधाता हे ॥ - હે ગુરુદેવ, તમારે શરણે પડયા છીએ. તમે સમર્થ, દયાળુ, મુરારિ છો. તમારી શક્તિનો પાર કોઈ પામી શકે નહિ. તમે પૂર્ણ પુરુષ વિધાતા છે. અર્થાત ગુરુ અને પરબ્રહ્મ એક જ છે– જુદા નથી. તેથી ગ્રંથસાહેબમાં ઠેરઠેર આવા ઉલ્લેખ જોવા મળે છે – ગુરુ પરમેસ રાજુ (ગાંડ મ૦ ૫, પૃ ૮૬૪, ૬-૮-રહાઉ)-ગુરુ અને પરમેશ્વરને એક જ જાણે. गुरु मेरी पूजा गुरु गोविंद । गुरु मेरा पारब्रहमु गुरु भगवंतु ॥ .. ગુરુ મે રેડ માં મેવું... (ગાંડ મ૦ ૫, પૃ ૮૬૪, ૭-૯-૧) – ગુરુ જ મારી પૂજા છે, ગુરુ જ મારા ગોવિંદ (પરમેશ્વર) છે, ગુરુ જ મારા પરબ્રહ્મ છે, ગુરુ જ મારા ભગવાન છે, ગુરુ જ મારા દેવ છે; અલખ અને પરમાત્મા પણ તે જ છે. ૧. જુએ “જપુજી કડી ૩૬૦. ૨. શ્રીકૃષ્ણ મુર નામના રાક્ષસને માર્યો હોવાથી તે “મુરારિ' નામે ઓળખાતા. ૩. અમે – અભેદ – અભિન્ન : પરમાત્માથી જુદા નહીં એવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy