________________
૫થી ૩૫૦-૩૫૯: શર્મખંડ પછીની ભૂમિકા “રમવંડ' અર્થાત્ કૃપાખંડ. તે ખંડનું લક્ષણ “જોર” છે. ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતાં જે જોર જીવને પ્રાપ્ત થાય છે, તેના વડે તે જીવ કેટકેટલાં ક્ષેત્રો સર કરી લે છે. તેથી સાધક તે ભૂમિકાએ મહાબળી જોદ્ધો – શૂરમાં બની રહે છે, કારણકે, તેનામાં રામ ભરપટ્ટ વ્યાપી રહ્યા હોય છે. તે શૂરમા પરમાત્માના મહિનામાં જ ઓતપ્રોત બન્યા હોઈ, તેમના સ્વરૂપનું વર્ણન કર્યું જતું નથી.
૩૬૦-૩૬૭: “કરમખંડથી આગળની ભૂમિકા એટલે નિરંકાર – પરમાત્મા પિતા “સખંડમાં સાધક અને પરમાત્મા વચ્ચે ભેદ જ રહેતો નથી. જીવના
અજ્ઞાનનું કોટલું તૂટી જતાં, તે પિતે “સચિઆર’ બની રહે છે. ગુરુ નાનક તે' દશા -ભૂમિકાનું વર્ણન આ શબ્દમાં જ કરે છે: ત્યાંની વાત કોઈ કરવા જાય, તો તે “ઢાના ચણા ચાવવા જેવું કઠણ છે.” (કડી ૩૬૩-૩૬૭) .
એ સ્થિતિની ભવ્યતાનાં કલ્પનામાં કંઈક દર્શન કરાવ્યાં-ન કરાવ્યા ને ગુરુ નાનક આપણને ઝટપટ ધરતી ઉપર પાછા લાવી દે છે અને એ અંતિમ ભૂમિકા પ્રાપ્ત કરવા શી સાધના કરવી જોઈએ– શી લાયકાત મેળવવી જોઈએ, તેની વાત (પૌડી ૩૮માં) માંડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org