________________
પિતાના લાંબા ભ્રમણ-કાળ દરમ્યાન ગુરુ નાનક ઉત્તર તરફનાં તીર્થસ્થાને તરફ પણ જતા, ત્યારે તેમને “સિદ્ધ” નામે ઓળખાતા ગોરખનાથ-મહેંદ્રનાથ વગેરેના શિષ્યો સાથે મેળાપ થતો; અને તેમને તેઓ સાથે તીવ્ર પ્રશ્નોત્તરીના વાદ-સંવાદમાં ઊતરવું પડતું. એમ એક વખત તેઓ જલંધર-બિઆસ-બટાલા માગ ઉપર આવેલા અચલના શિવમંદિરે ગયેલા ત્યારે પણ તેમને એ લેકે સાથે વાદ-વિવાદમાં ઊતરવું પડેલું. ત્યાંથી પોતાના નિવાસસ્થાન કરતારપુરમાં પાછા ફર્યા બાદ, તેમણે સિદ્ધો સાથેની એ મોટી ચર્ચા-વિચારણાના મુખ્ય મુદ્દાઓને સમાવી લેતું ૭૩ પદોનું ‘સિધ-ગોસટિ' (સિદ્ધ-ગોકી) નામનું મોટું પદ રચ્યું.
ગુરુ નાનકે આ “સિધ-ગોસટિ' પદ કરતારપુરમાં ઈ. સ. ૧૫૩૯ના એપ્રિલમેમાં રચ્યું હોય એમ લાગે છે. કારણ કે, ઈ. સ. ૧૫૩૯ના સબરમાં તે તેમણે પિતાને દેહ તજી દીધું હતું એટલે એમ કહી શકાય કે, આ પદમાં, ગુરુ નાનકના, ધર્મ-તત્વ બાબતના, અંતિમ તથા પાકટ વિચારો રજૂ થયા છે.
'સિદ્ધ ગણી માં અઠ્ઠાવીસેક પ્રશ્નો અને તેમના ગુરુ નાનકે આપેલા જવાબોને સમાવેશ થાય છે. પ્રશ્નો મુખ્યત્વે જગતમાં મનુષ્યનું સ્થાન, માનવ જીવનને મુખ્ય હેતુ, તથા તે હેતુ પાર પાડવાના સાચા-સચોટ ઉપાય અંગે છે.
ગુરુ નાનક, જવાબમાં, પંથ-માગ કે દર્શનની અટપટી પરિભાષા ગાળી કાઢી, સ્પષ્ટપણે એક જ વાત ભાર મૂકી મૂકીને જણાવે છે કે –
–નામ વિના મુક્તિ ના મળે; –એ નામ પણ ગુરુ વિના ન પમાય; –ગુરુ કે જે પરમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ છે, તેમનાં સેવા-સંગથી પરમાત્માને ભય અને ભાવ પ્રથમ પ્રાપ્ત કરવાનું અને પછી તેમણે આપેલા પરમાત્માના નામમાં રત થઈ, કામનાઓના ઘમસાણમાં અટવાવનાર અહંભાવ
સદંતર ગાળી કાઢો, એ જ સાચી-સહજ-સાધના છે. . “જપુજી"માં કહેલે ભાવ જ આ પદમાં છે; પરંતુ અહીં જે સ્પષ્ટતાથી,
પ્રશ્નોત્તરરૂપે તથા સચોટતાથી ગુરુ નાનક પોતાની વાત રજૂ કરે છે, તે અપ્રતિમ છે. જીવો ઉપર અનહદ કૃપા પ્રગટી હોય, તો જ આટલી વેધકતા અને સચોટતા વાણીમાં આવે.
એ તેજસ્વી “સચ્ચી' વાણને કંઈક પરિચય ગુજરાતનાં ભાઈ-બહેનોને થાય, એ આશયથી મૂળ પંજગ્રંથી' પુસ્તકનું આ નાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. સૌ તેના પરિચયથી પ્રસન્ન થાય અને સહેજે ઈશ્વરાભિમુખ બને, એ જ આશા અને અભિલાષા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org