SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભકર્ણ આદિની દીક્ષા કુંભકર્ણાદિ સુભટોના મનમાં વૈરાગ્ય જાગૃત થયો. તેટલામાં કુસુમાયુધ નામની વાટિકામાં ચારજ્ઞાનના સ્વામી અપ્રમેયબલ મુનિ પધાર્યા. તેમને તે જ સ્થાનપર તે રાત્રે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યારે દેવતાઓએ હર્ષપૂર્વક કેવળજ્ઞાન મહોત્સવ ઉજવ્યો. રામચંદ્રજી, લક્ષ્મણ, કુંભકર્ણાદિ તેમના દર્શનાર્થે આવ્યા. ઇન્દ્રજિતુ તથા મેઘવાહને મુનિની વૈરાગ્યપૂર્ણ દેશના સાંભળીને તેમને પોતાના પૂર્વભવના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યા. કેવળજ્ઞાની મુનિશ્રીએ તેમના પૂર્વભવનું સંપૂર્ણ વિવરણ કર્યું. પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને તેમનો વૈરાગ્ય શિખરે પહોચી ગયો. તેથી કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન તથા મંદોદરીએ કેવળજ્ઞાની મુનિશ્રી અપ્રમેયબલ પાસે દીક્ષા અંગીકાર કરી. . રામચંદ્રજીનો લંકા પ્રવેશ અને અયોધ્યામાં પુનરાગમન સિહોદર આદિ જે જે રાજાઓએ લક્ષ્મણની સાથે પોતાની કન્યાઓના પાણિગ્રહણ કરવા માટે વચન આપ્યાં હતાં, તે બધા પોતાની કન્યાઓની સાથે ત્યાં આવી પહોંચ્યા. લક્ષ્મણની સાથે તે બધી કન્યાઓના લગ્ન થયાં. રામ-લક્ષ્મણાદિ વીરોએ મહોત્સવપૂર્વક લંકામાં પ્રવેશ કર્યો. તેઓ તરત જ દેવરમણ ઉદ્યાનમાં ગયા. ત્યાં સીતાજીને જોઈને તેઓ આનંદવિભોર થઈ ગયા. લક્ષ્મણ, સુગ્રીવ તથા હનુમાનજીએ સતી સીતાને ભાવપૂર્વક નમસ્કાર કર્યા. ત્યાંથી નીકળીને રામ, લક્ષ્મણ, સીતા બધા શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયમાં ગયા. બિભીષણે ઉત્તમોત્તમ અક્ષત, પુષ્પ, કેસર વગેરે સુંગધીદ્રવ્ય, મિષ્ટાન્ન, ફળ આદિ પૂજાદ્રવ્યોની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી હતી. ત્યાં પૂજા કર્યા પછી તેઓ રાજમહેલમાં ગયા. રાજસભામાં શ્રીરામને સિંહાસન પર સ્થાપિત કરીને વિનંતી કરી બિભીષણ બોલ્યા- “આ રાક્ષસદ્વીપ હવે આપનો છે. આપ એનો સ્વીકાર કરો. હું આપની સેનાનો એક સામાન્ય સૈનિક બનીને રહીશ. મારી ઇચ્છા છે કે આપનો રાજ્યાભિષેક થાય. તેથી આપ આ વિષયમાં અમને અનુમતિ આપો.” રામે કહ્યું- “હે બિભીષણ ! શું તમને યાદ છે કે મારી સેનામાં આપનું સ્વાગત કરતાં મેં શું કહ્યું હતું? મેં તમને વચન આપ્યું હતું કે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ તમે જ લંકાનું રાજ્ય સંભાળશો. મને લાગે છે નિઃસ્વાર્થ ભક્તિભાવનાના કારણે તમે ભાવવિભોર તો નથી બની ગયા ને ?'' ત્યાર પછી શુભમુહર્ત જોઈને રામચંદ્રજીએ બિભીષણનો રાજ્યાભિષેક કરાવ્યો. અભિષેક પછી તે બધા રાવણના મહેલમાં ગયા. વિંધ્યાચલમાં ઇન્દ્રજિતુ તથા મેઘવાહન આ બંને મુનિઓને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ સ્થાન મેઘરથના નામથી પ્રસિદ્ધ થયું. નર્મદા નદીના તટ પર મુનિ કુંભકર્ણને મોક્ષની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી આ સ્થળ પૃષ્ટરક્ષિત નામથી પ્રસિદ્ધ થયું. એક દિવસ ધાતકીખંડથી નારદજી અયોધ્યા પધાર્યા. રાજમહેલમાં જઈને માતા કૌશલ્યા તથા માતા સુમિત્રાને મળ્યા. તે બંને દુ:ખી અને ચિંતિત હતાં. નારદજીએ તેમના દુઃખનું કારણ પૂછતાં જ તેઓએ રામના વનવાસથી લઈને વિશલ્યાના લંકાની યુદ્ધભૂમિમાં જવા સુધીનો વૃત્તાંત કરુણ સ્વરમાં સંભળાવ્યો. તેઓએ આગળ એ પણ જણાવ્યું કે રામ, લક્ષ્મણના જીવતા હોવાની જાણકારી તેઓને ન મળવાને કારણે તેઓ ચિંતિત છે. આ સાંભળતાં જ નારદજીએ તેઓને આશ્વાસન આપ્યું – “તમે નકામી ચિંતા કરો છો. હું સ્વયં લંકા જઈને રામ, લક્ષ્મણ, સીતાને પાછા અયોધ્યા લઈ આવીશ.’ લોકો પાસેથી લંકાનો વૃત્તાંત જાણીને નારદજીએ રામની પાસે જવાનો નિર્ણય કર્યો. પn Educa* ઇન્દ્રજિતું તથા મેઘવાહનના પૂર્વભવ માટે વાંચો પરિશિષ્ટ - ૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy