SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પરાક્રમરૂપી સૂર્યે પુનઃ પૃથ્વીને પ્રકાશિત કરી. કહેવામાં આવ્યું છે‘કર્મની ગતિ ન્યારી’’ – પોતાના અશુભ કર્મોનો ઉદય થતાં જ પરમ પરાક્રમી સમ્રા દશરથ છૂપોવેશ ધારણ કરીને વન-વન ભ્રમણ કરવા માટે વિવશ બની ગયા હતા. શુભ કર્મોનો પુનઃ ઉદય થતાં જ રાજવૈભવ સહિત અયોધ્યા પધાર્યા. 15| અયોધ્યામાં કેકેયીએ શુભ સ્વપ્નોને જોયા પછી એક પુત્રને જન્મ આપ્યો. ભરતક્ષેત્ર માટે ભૂષણસમાન આ પુત્રનું નામ ભરત રાખવામાં આવ્યું. રાણી સુપ્રભાએ એક બળવાન પુત્રને જન્મ આપ્યો. ભવિષ્યમાં આ બાળક અગણિત શત્રુઓનું હનન કરશે, એવો વિચાર કરીને તેનું નામ શત્રુદન રાખવામાં આવ્યું. સીતાનો જન્મ - ભામંડલનું અપહરણ સીતાનો જન્મ તથા વિદેહાના પુત્રનું અપહરણ બીજી બાજુ જનક રાજા પણ પુનઃ મિથિલા પધાર્યા. સમય જતાં તેમની મહારાણી વિદેહાએ પુત્ર તથા પુત્રીના યુગલને જન્મ આપ્યો. પહેલા દેવલોકમાં રહેવાવાળા પિંગલ નામક દેવને અવધિજ્ઞાનથી એ જાણવા મળ્યું કે જે વ્યક્તિ પૂર્વજન્મમાં તેનો વૈરી હતો, તે આજે મહારાણી વિદેહાના ખોળામાં રમી રહ્યો છે. તેણે વિચાર કર્યો કે- ‘પોતાના શત્રુનો આત્મા મિથિલાના યુવરાજના સ્વાંગમાં વિવિધ સુખોનો આસ્વાદકરે, તેની પહેલાં હું તેને મૃત્યુને સમર્પિત કરી દઉં.’ આ વિચારથી ઘેરાયેલા પિંગલદેવે અદૃશ્ય રૂપે મિથિલા આવીને રાણી વિદેહાના નવજાત પુત્રનું અપહરણ કર્યું. તે બાળકને વૈતાઢ્ય પર્વતની શિલા પર પછાડીને હત્યા કરવાનો વિચાર પિંગલદેવે કર્યો. પરંતુ એ બાળકના પુણ્ય પ્રભાવથી કહીએ કે સ્વયં દેવના પુણ્યપ્રભાવથી કહીએ, એણે વિચાર કર્યો- “પૂર્વભવની સંયમ સાધનાના ફળસ્વરૂપે મેં દેવયોનિમાં જન્મ તો મેળવ્યો છે, પરંતુ હવે બાળહત્યાનું પાપ કરીને પોતાના માટે દુર્ગતિને શા માટે નોતરું ?'' આ શુભ વિચારે, તેને બાળહત્યા કરવાથી અટકાવ્યો. એણે નવજાત બાળકને કુંડલાદિ આભૂષણોથી સુસજ્જ કર્યું અને વૈતાઢ્ય પર્વતની, દક્ષિણ શ્રેણીના નંદન ઉદ્યાનમાં ધીરેથી મૂકી દીધું. ત્યાર પછી તેણે PE Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy