SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ભયંકર અકૃત્ય કેવી રીતે થઈ ગયું ? હાય! વિશ્વના સ્તંભરૂપ આ મહાપુરુષનું મૃત્યુ આપણા કારણે થયું. ધિક્કાર છે આપણને.” આ પ્રમાણે આત્મનિંદા કરતાં કરતાં આ બંને દેવો સ્વર્ગમાં ગયા. લક્ષ્મણજીનું અચાનક મૃત્યુ જોઈને અંતઃપુરની સ્ત્રીઓ પોતાના વાળ વિખેરી નાંખી પોતાના માથા પછાડીને વિલાપ કરવા લાગી. રામચંદ્રજી દોડીને ત્યાં આવ્યા અને શોકાતુર સ્ત્રીઓને કહેવા લાગ્યા“અરે ! તમે બધા કયા અમંગલની આશંકાથી રડી રહ્યા છો ? અહીં કયો પ્રલય આવી ગયો છે કે તમે આ રીતે રુદન કરી રહ્યા છો. જુઓ, હું હજી જીવતો છું, અને અહીં મારો આ અનુજ પણ જીવિત છે. પણ કોઈ દુષ્ટ ગ્રહ અથવા રોગ અને પીડી રહ્યો છે. તેનો પ્રતિકાર ઔષધ દ્વારા કે પૂજાપાઠ દ્વારા થઈ શકે છે. રાજવેદ્ય તથા જ્યોતિષીઓને જલ્દી બોલાવો.” ) - = <////////////////////// //I[TI[NIII/II/EN/////// 12/૮/P લક્ષ્મણનું મૃત્યુ વિખરેલા કેશકલાપવાળી આ સ્ત્રીઓના કરણ વિલાપનું માયાવી દૃશ્ય જોતાં જ લક્ષ્મણજી શોકાતુર બની બોલ્યા- “અરે વિધિની આ કેવી વિચિત્રતા છે? મારા પ્રાણપ્રિય ભ્રાતાનું મૃત્યુ કેવી રીતે થયું ? યમરાજે આ કેવું કપટ કર્યું છે.” અત્યંત આઘાત પામવાથી દુઃખી-હતાશ થયેલાલક્ષ્મણજીનું પ્રાણપંખેરું એકાએક ઉડી ગયું. તેઓ મૂર્તિની જેમ નિશ્વેષ્ટ અને જડ બની ગયા. મૃત લક્ષ્મણને જોઈને પત્યંત દુ:ખી તેમજ પશ્ચાત્તાપ કરતાં તે બંને દેવો એક બીજાને કહેવા લાગ્યા- “આપણા હાથે આવું Jain El an International For Personal & Private Use Only
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy