________________
છે જે કરમાય ના...72
જેને રામ રાખે તેને કોણ ચાખે'' એ ઉક્તિને સત્ય કરતાં વજજંઘ રાજા પોતાના મંત્રી સુબુદ્ધિ આદિ સાથે તે જંગલમાં હાથીઓની શોધ માટે આવી ચઢ્યો. દૂરથી એકલી સ્ત્રીને જોઈ સહાય માટે તે રાજા પોતાના સૈનિકો સાથે આવ્યો. સીતાજી તેને લૂંટારા સમજી દાગીના તેની સામે ફેંકવા લાગ્યા. ત્યારે વજજંઘ રાજાએ આશ્વાસન આપતા કહ્યું કે, “તમે ચિંતા ન કરો, અમે તમને સહાય કરવા આવ્યા છીએ. તમારા ભાઈ સમાન છીએ.” સીતાજીએ બધી હકીકત જણાવી, ત્યારે તેણીને આશ્વાસન આપી માન-સન્માન સાથે રાજા તેને પુંડરીક નગરીમાં લઈ ગયો. ત્યાં ગર્ભવતી સીતાએ લવ અને કુશને જન્મ આપ્યો. મોટા થઈ આ બન્ને જણે રામ સાથે બાથ ભીડી. યુદ્ધમાં રામ-લક્ષ્મણ આકુળવ્યાકુલ બની ગયા. એટલામાં નારદજી આવ્યા તેમણે પરિચય કરાવ્યો. યુદ્ધને વિરામચિન્હ અપાયું. સુભગ મિલન થયું. લવ અને કુશને માન-મોભા સાથે રાજ્યમાં પ્રવેશ કરાવ્યો. પછી રામચંદ્રજીની આજ્ઞાને માન આપી સીતાજીએ અગ્નિ દિવ્ય કર્યું.
‘પધારો... પધારો...' નાદ ચારે કોર સંભળાઈ રહ્યો હતો. સંસારથી વિરક્ત સીતાજીએ એ જ પળે લોચ કર્યો. દીક્ષા ગ્રહણ કરી, વિગેરે રામાયણની વાતો આપણે જાણીએ છીએ.
વેગવતીના જીવે પ્રાયશ્ચિત ન લીધું. એના લીધે આ દશા સીતાજી જેવી મહાસતીને પણ ભોગવવી પડી, કલંક વેઠવું પડ્યું. જંગલમાં એકલા ફેંકાઇ જવું પડ્યું વગેરે. આ સમજી આપણે આલોચના અવશ્ય લેવી જોઈએ.
-સીતાજી રથમાંથી પડી ગયા.
Jan Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org