________________
63...જો જે કરમાય ના
રાત્રિ પૂર્ણ થઈ... અરુણોદય થયો અને સંપૂર્ણસૃષ્ટિ સૂર્યના પ્રથમ કિરણના સ્પર્શે નવવધૂની જેમ રોમાંચિત અને હર્ષવિભોર બની ગઈ... કાબેરી નગરીના મંત્રીશ્વર આવ્યા અને રાજકુમારને પ્રયાણ માટે વિનંતી કરી... રાજકુમારે એક જ જવાબ આપ્યો... “જો મારો આ મિત્ર તાપસકુમાર આવતો હોય, તો હું આવવા તૈયાર છું... અન્યથા નહિ...'' રાજકુમારે તાપસકુમારને વિનવણી કરી કે મિત્ર ! હું તને વચન આપું છું કે લગ્ન પછી તને આ જ સ્થળે પાછો મૂકીને પછી જઈશ.
શુભ મુહૂર્તે પ્રયાણ કર્યું... કાબેરી નગરીમાં પ્રવેશ કર્યો. કનકરથની સાથે રુમણીના લગ્ન થઈ ગયા. ઘણા દિવસો સુધા કનકરથ કાબેરીમાં જ રહ્યો. રાજકુમારી ઋષિદત્તાની યાદમાં તે મૂંઝાય છે. અને ઉદાસીનતામાં દિવસો પસાર કરે છે. પાપ છુપાયા । છુપે... એક દિવસ વાત વાતમાં રુમિણીએ કનકરથને પૂછ્યું.., “સ્વામિનાથ ! આપ ઉદાસીન કેમ રો છો? એવી તે કેવી ઋષિદત્તા હતી કે મારા જેવી સુંદર પત્ની મળવા છતાં તે ભુલાતી નથી?
Gil
ત્યારે રાજકુમારે કહ્યું... “અરે, એ ક્યાં ને તું ક્યાં? ક્યાં હિમાલય અને ક્યાં કાંકરો? શું એનું રૂપ... શું એનું લાવણ્ય... અને શું એણીના ગુણોની હારમાળા... ! આ તો એણીનું મૃત્યુ થઈ ગયું અને પિતાશ્રીનો આગ્રહ થયો એટલે હું તને પરણવા આવ્યો છું... નહિંતર આવત જ નહીં...''
Jain Education International
આ સાંભળતાં રુકિમણીનો અહંકાર ભડક્યો... અને એ બોલી ગઈ... “આ તો મારી જ કરામત હતી... એટલે તમે અહીં આવ્યા... નહિંતર...!'' એમ કહી રુમિણીએ અથથી ઈતિ સુધી બધી વાત કહી અને એમાં પોતાનું કેવું રૂડું ડહાપણ હતું... ! એ બધો પોત પ્રકાશી દીધો. પડ્યન્ત્રનો ભેદ જાતે જ ખોલી દીધો. રહસ્ય ઉઘાડું થઈ ગયું. “પાપ છુપાયા ના છુપે... છુપે તો મોટે ભાગ, દાબી દુબી ના રહે, રૂઈ
લપેટી આગ...''
For Personal & Private Use Only
www.jainelibrary