________________
57...જો જે કમાય ના
લગ્ન માટે કનકરથનું પ્રયાણ... રથમર્દન નગરના રાજા હેમરથનો પુત્ર કનકરથ હતો. રૂપ, લાવણ્ય, કલા અને ગુણસંપન્ન એ રાજકુમારને કાબેરીપુરીના રાજા સુંદરપાણિએ પોતાની પુત્રી રુમિણીની સાથે લગ્ન કરવા નિમંત્રણ પાઠવ્યું. નિમંત્રણનો આદર કરી હેમરથરાજાએ પોતાના પુત્રને સૈન્ય સહિત કાબેરીપુરી તરફ પ્રયાણ કરાવ્યું.
જોગાનુજોગ રાજકુમાર કનકરથ એ જ જંગલમાં આવ્યો, જ્યાં ઋષિદત્તા રહેતી હતી. તરસથી પીડાતા રાજકુમારે પાણી માટે સેનિકોને દોડાવ્યા. પાણીની તપાસમાં સૈનિકો ખૂબ ફર્યા અને પાણી લઈને આવ્યા પણ ખરા... પણ વાર બહુ લાગી. રાજકુમારે તરસ મટાડી... સૈનિકોને પૂછ્યું કે, “ભાઈ ! આટલી વાર કેમ થઈ?”
હાથ જોડીને સિપાહીઓ બોલ્યા... હે સ્વામિન્ ! આપને આશ્ચર્ય થશે, પણ વાત સાચી છે... પાણીને શોધવા અમે આ જંગલમાં ભટકી રહ્યા હતા... ૪ ગાઉ (૧૨ કિ.મી.) દૂર અમે પહોંચ્યા. ત્યાં એક સુંદર સરોવર દેખાયું. એક સુંદર દેવમંદિર પણ ત્યાં હતું. તેની પાસે એક વિશાળ વડલાનું ઝાડ હતું. એની નીચે એક તાપસ ઋષિ બેઠા હતા. ત્યાં અમે જોયું, તો એ ઋષિની પાસે એક સુંદર નવયૌવના કન્યા દેખાણી. અને પાછી અદશ્ય થઈ ગઈ. આ અમારી આંખોનો ભ્રમ તો નથી ને ! ઝાંઝવાના નીરની જેમ કોરી કલ્પના તો નથી ને ? આ સંદેહમાં અમે ત્યાં જ ઊભા ઊભા નિહાળી રહ્યા હતા. વારંવાર નવયૌવના-કન્યા દૃશ્યા-અદેશ્યા થતી હતી ખરેખર! ઘટના આશ્ચર્યકારી હતી.
ઋષિદત્તાના લગ્ન... બીજા દિવસે કુમારને તાલાવેલી જાગી કે ગમે તે રીતે મારે આનું રહસ્ય મેળવવું છે. તેણે એ દિશા તરફ પ્રયાણ કર્યું. ખરેખર ! રાજકુમારને પણ એ દૃશ્ય દેખાયું... એક અપ્સરા ક્ષણવારમાં દેખાય છે અને ક્ષણવારમાં લોપ ! દેવમંદિરમાં પહોંચીને જોયું. તો ત્યાં એક વૃદ્ધ તાપસ હતા. એમણે રાજકુમારનું અભિવાદન કર્યું. તાપસે રાજકુમારનો પરિચય મેળવ્યો. કુમારે ત્યાં રહેવાની અનુમતિ માગી. તાપસ ઋષિએ સહર્ષ “હા” કહી.