________________
જો જે ક્રમાય ના...32
પૂર્વભવમાં આર્દ્રકુમાર સોમાદિત્ય નામે બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ બંધુમતી હતું. એક વાર વૈરાગ્યભાવમાં આવીને તેણે પોતાની પત્નીની સાથે આચાર્યદેવશ્રી સુસ્થિતસૂરીશ્વરજી મ. સા.ની પાસે દીક્ષા લીધી. ત્યાર બાદ પોતાની ભૂતપૂર્વ પત્ની સાધ્વીજીને ગોચરી લેવા જતાં જોઈ પહેલાની કામક્રીડાનું સ્મરણ થઈ ગયું. ખરેખર ! કેવી ભયંકર છે વાસના ! સાધુપણું સ્વીકાર્યા પછી પણ તે વાસના ભડકવા લાગી. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા, તેમ તેમ સ્નેહ વધવા લાગ્યો.
બંધુમતી સાધ્વીજીને આ વાતની ખબર પડી કે, “મુનિરાજશ્રી મારા નિમિત્તે રોજ પાપ બાંધી રહ્યા છે, તેથી અનશન કરી જીવનનો અંત લાવી દઉં, જેથી મારા નિમિત્તે એમને તો પાપ ન બંધાય,” એમ ભાવદયા ચિંતવી પોતાની ગુરુણીની અનુમતિ લઈ અનાન કરી શુભભાવમાં કાળ કરી તે સાધ્વીજી દેવલોકમાં ગયા. જ્યારે સોમાદિત્ય મુનિને ખબર પડી કે તેણીએ આ કારણે અનશન
કરી દેહત્યાગ કર્યો છે, ત્યારે સોમાદિત્ય મુનિને ઘણું જ દુઃખ લાગ્યું. અરર ! સાધ્વીજીની કેટલી હિંમત અને કેવું બલિદાન ! મારા સંયમ જીવનની રક્ષા માટે પોતાના દેહનું બલિદાન ! અને હું કે છે હઠ કે ભાવથી વ્રતભંગ કર્યો ! અને
એક સાધ્વીજીના કાળધર્મ (મૃત્યુ) નો નિમિત્ત બન્યો ! મારા જેવા પાપીને જીવવાનો ય શું અધિકાર છે ? એ પાપોને નાશ કરવા અનશન સ્વીકારી લઉં. આ રીતે વિચાર કરીને અનશન કર્યું અને મરીને દેવલોકમાં ગયો. પરંતુ મોહનીય કર્મના ઉદયથી આલોચના-પ્રાયશ્ચિત લીધું નહોતું. તેથી દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરીને તેને અનાર્ય દેશમાં જન્મ લેવો પડ્યો, જ્યાં ધર્મનો અક્ષર પા સાંભળવા ન મળે.
શ્રેણીક રાજા અને આર્દ્રકુમારના પિતાને મૈત્રી સંબંધો હતા. એ સંબંધોના કારણે કિંમતી ઉપહારોની લેવડદેવડ થતી રહેતી. અભયકુમારની સાથે મિત્રતાનો સંબંધ બાંધવા આર્દ્રકુમારે ભેટ મોકલી. ભવ્ય જીવ છે એમ સમજી ધર્મમાં જોડવા માટે અભયકુમારે આદીશ્વર ભગવાનની પ્રતિમા, એક પેટીમાં પધરાવીને ભેટ તરીકે અનાર્યદેશમાં મોકલી. ને સદેશમાં કહેવડાવ્યું કે, “આ પેટી એકાન્તમાં ખોલશો.”
રત્નમયી પ્રભુપ્રતિમાના દર્શન કરવાથી પૂર્વભવમાં વિરાધિત કરેલાં સાધુજીવનનું સ્મરણ થવાથી તેને વૈરાગ્યભાવ આવ્યો.
Jan Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org