________________
5... જો જે કરમાય ના
સામેની વ્યક્તિની અનુકૂળતાએ તો મારા પાપો જાણે પાણીમાં નાખેલ તેલબિંદુની જેમ વિસ્તરવા લાગ્યા. કોને ક્યારે મળવું? ક્યારે કોની સાથે રહેવું, એવા પ્લાનોથી મગજ ચિંતાતુર રહેવા લાગ્યું. શું કરૂં ગુરુદેવ ! શું થશે મારું ? હવે નફ્ફટ, નઠોર, લોફર અને નાલાયક નબીરાઓનો સંગ મને ખૂબ જ ગમવા લાગ્યો. એમના રવાડે એવો તો ચડી ગયો કે વિલાસી વાંચન ખૂબ ગમવા માંડ્યું. ફાઈસ્ટાર હોટલ તો જાણે પાપોનું ઘર જ બની ગયું. ટોકીઝમાં બાલકનીની ટિકિટો મેળવી, અંધકારમાં બેસીને અંગ સ્પર્શ કરી કરીને વિવેક ભ્રષ્ટ બનતો ગયો. અરે ! એક વખત તો પકડાયો પણ ખરો ! અપમાન પણ થયું ! ઊંઘ પણ હરામ થઈ. સારા કિસ્મતે ભયથી કંઈક છૂટકારો થયો એટલે થોડા દિવસ પછી એ જ ચાલ પાછી ચાલુ થઈ અને વિદ્યુતવેગે પાછા પાપો શરુ થઈ ગયા. લગ્નની તૈયારી થવા માંડી, પરંતુ મનમાં ભયભીત હતો કે કોઈક અટકાવશે તો ! છેવટે પાપાનુબંધિપુણ્ય પાર ઉતરી ગયો. પરંતુ હજુ પણ “પરધન પત્થર માન, પરસ્ત્રી માત સમાન” એ દૃષ્ટિ ન આવી. રસ્તે ચાલતાં પણ દષ્ટિ ગમે ત્યાં ભટકવા માંડી અને જેને તેને વાસનાના શિકાર બનાવવા લાગી. અરરર ! મેં આ શું કર્યું ? “મરણ બિંદુપાતેન” અર્થાત્ વીર્યના એક બિંદુના પતનથી મરણ સમજવું એ આધ્યાત્મિક સૂત્ર જ જાણે ભૂલી ગયો. ઓહ ગુરુવર્ય ! એક મહિનાના ખોરાકથી એક કિલો લોહી બને છે અને તેમાંથી ફક્ત ૧૦ ગ્રામ વીર્ય બને છે, એવું શારીરિક વિજ્ઞાન પણ ફગાવી દીધું. અબ્રહ્મની હારમાળા ચાલી. અરે ગુરુદેવ! એક વખતના અબ્રહ્મથી નવલાખ જીવોની હત્યા થાય છે. અરે ! હિંસાનું આવું કતલખાનું બંધ કરવું જોઈએ, એવા ધાર્મિક વિચારો પણ ન આવ્યા ? અરરર ! પરલોકનો વિચાર જ ન કર્યો કે આવી હિંસાથી શું થશે મારું ?
અરે ગુરુદેવ ! વાસનાઓ આકાશની જેમ અનંત છે. તેને જ્ઞાનથી ઉપશમાવવાનો પ્રયત્ન ન કર્યો. તેની પૂર્તિ ન થતાં વિકાર રૂપી સમુદ્રમાં ભરતી આવવા માંડી. અને એક ગોઝારો દિવસ એવો આવ્યો કે એક મિત્રની સંમતિ મળતાં પરસ્પર પત્ની ટ્રાન્સફર કરવાનો વિચાર પણ આવી ગયો. વાસનાના શિકાર બનેલા મેં શીલ સદાચારના વિચારોને નેવે મૂકી દીધા અને પત્નીને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરી લીધો. સદ્ભાગ્યે એ સદાચારિણી પત્નીએ તે વાત ન સ્વીકારી, તેથી તેણીને ભરમાવવા માટે મેં રામાયણના પ્રભવ, સુમિત્ર અને વનમાળા આદિના ખોટા દૃષ્ટાંતો સમજાવ્યા. છેવટે તેણીએ હિંમત કરી શીલરક્ષા માટે પોલિસ સ્ટેશને જઈ આ વાત કહી સંભળાવી. મારે પોલીસ સ્ટેશને જવું પડ્યું. ત્યાંથી ગમે તેમ કરીને છૂટ્યો. પછી તો મારી પણ શાન થોડી ઠેકાણે આવી.
V
ery.org