________________
જે જે કરમારા નો...100
જા150 માયાણિયા ? મિચ્છ-દરિસણસલાણં મોખમમ્મવિશ્વાણું આમંતસંસારબંધણાણું ઉ, શું કરેઈ. ઉજજુભાાં ય જણયઈ. ઉજજુભાઈ પડિવાએણે વિયાં જીવે અમાઈ ઈથિdય નમસંગdયય ન વય પુdબધું ય ાં ણિજજરઈ'' અર્થાત આલોચના કહેતી વખતે મોક્ષમાર્ગના વિદનભૂત અનંત સંસારના બંધન મિથ્યાત્વાદિશલ્યોનો નાશ થવાથી
સ લભાવ ઉત્પન્ન થાય છે. તેથી સ્ત્રીવેદ અને નપુંસકવેદનો બંધ થતો નથી અને આ પહેલાં બંધાએલા હોય, તો તેનો નાશ થઈ જાય છે. એટલું જ નહિ સર્વ કર્મનો નાશ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી કહ્યું છે કે – ‘ઉદ્ધરિય ર વસલ્લા, તિથગરાણાએ સુથિયા અવા, ભવસયકમ્મા ખવિઓ પાવાઈ ગયા સિવ ઠાણ હિ'' અર્થાત્ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં સારી રીતે રહેલા સર્વશલ્યોની આલોચના કહીને જીવો સેંકડો ભવોના પાપકર્મો ખપાવીને શિવસ્થાન એટલે મોક્ષધામને પામે છે. (પંચાશક વૃત્તિ) કવિ કલાપીએ પણ કહ્યું છે કે – “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરે છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”
આલોચના કેવી રીતે લખવી ? જીવનમાં કયાં કયાં પાપ થઈ શકે છે ? તેને સમજાવવા માટે અને બાલોચના લેવા માટે કેટલાક પાપોના સ્થાનો = જ્ઞાનાચાર આદિના અપરાધોની નોંધ ‘ભવઆલોયના માર્ગદર્શિકા' નામની અલગ પુસ્તકમાં આપેલ છે. તે પુસ્તક આ પુસ્તકની સાથે નિઃશુલ્ક અપાય છે. તેમાંથી પાપસ્થાન આપણે સેવ્યું હોય, તો તે પાપ સ્થળનો ક્રમાંક એક નોટબુકમાં કે કાગળમાં લખી દેવો. જાણતા કે બલાત્કાર વગેરેથી જે પાપ થયું હોય, તેવી રીતે ધર્મ સ્થાન કે અન્યત્ર હોટલ
આદિમાં જ્યાં થયું હોય, જેવા ભાવથી એટલે કે દુ:ખથી કે આનંદથી થયું હોય, તે રીતે એક એક ક્રમાંક આગળ કાગળમાં વિગત લખી દેવી. લખેલું ફરીથી વાંચી લેવું, ત્યારબાદ ક્રમશઃ તે પુસ્તકમાં વ્યવસ્થિત રીતે વિગત લખી દેવી. પછી તે પૂજ્ય ગુરુદેવશ્રીને આપી દેવું. ગુરુદેવશ્રી પ્રાયશ્ચિત આપે, તે પૂર્ણ કરવા પ્રયત્ન કરવો.
તે પુસ્તકમાં જેટલા પાપસ્થાનક એટલે કે અતિચારોની નોંધ આપી છે. તે આપણે વાંચીશું, ત્યારે ખ્યાલ આવશે કે આપણે કયા કયા અપરાધો કર્યા છે ? તેની નોંધ અને વિગતો લખી ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત લઈશું ત્યારે આપણો આત્મા શુદ્ધ બનશે.