SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ થયો. એની સજા થઈ દાસીના પેટે જનમ લેજો. પણ કુમારનો મિત્ર ભાવુક હતો. મુનિના ચરણોમાં વંદન કરીને બેઠો. એટલે રાજકુમાર પણ બેઠો. મહાત્માએ અહિંસા દયાની મહત્તા દર્શાવતી દેશના આપી જે કુમારના હૃદયને સ્પર્શી ગઈ. “નિરપરાધી ત્રસજીવને ક્યારેય હું મારીશ નહી” એવી પ્રતિજ્ઞા એણે કરી. મહિનાના ઉપવાસી એ મહાત્માને વહોરાવવાનો લાભ પણ એણે લીધો.' નવરાત્રીમાં પાડાનો વધ કરવાની કુપ્રથા એ વખતે ચાલી આવેલી. રાજા પુરંદરે ગજભંજન રાજકુમારને આજ્ઞા કરી. “આ વખતે પાડાનું બલિદાન તું આપ. લે આ તલવાર.” કુમાર મૂંઝવણમાં મૂકાયો. એકબાજુ પ્રતિજ્ઞા. બીજી બાજુ રાજાજ્ઞા. રાજાના અતિઆગ્રહે તલવાર ઊઠાવી. પણ પ્રતિજ્ઞાપાલનના વિચારે તલવાર અધવચ્ચે જ અટકી ગઈ. ફરીથી રાજાનો ઈશારો. પાછી તલવાર ઊઠાવીને ઘાનો પ્રયાસ. પણ છેવટે પાડાની ડોક પાસે આવીને અટકી ગઈ. આવું ચારવાર થયું. માટે ચારવાર અઘટના પ્રાણલેવાના પ્રયાસો થયા). છેવટે ગજભંજને રાજાને કહ્યું : પિતાજી ! મારાથી આ વધ નહીં થાય. મારી પ્રતિજ્ઞાનું હું પ્રાણસાટે પણ પાલન કરીશ.' ને જીવનભર એ નિયમ પાળ્યો. પૂર્વજન્મની વાત સાંભળતાં અઘટને જાતિસ્મરણજ્ઞાન થયું. ને પછી તો આત્માને વૈરાગ્યના રંગે રંગી સંયમ લીધું, સાધના કરી, કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. આમાં સ્પષ્ટ છે કે રાજા જેવો સત્તાધીશ પણ, જો કર્મસત્તાની કોર્ટે સજા ફરમાવી નથી, તો ગમે એટલા ધમપછાડા કરે તો પણ ધારેલી સજા કરી શકતો નથી, અને ઉપરથી એના સજા કરવાના એ જ પ્રયાસો સામા જીવને ભવ્ય બક્ષિસો આપનારા બની જાય છે. શું એવું નથી લાગતું? કે સુકૃતો કરી કરીને કર્મસત્તાના લેણદાર બન્યા રહેવામાં જ મજા છે. આ જ વાતનું અન્યદૃષ્ટાંત એટલે મયણાસુંદરી. | ‘ધારું એને સુખી કરી શકું ને ધારું એને દુઃખી કરી શકું આવી પોતાની વાતને આ મયણા સ્વીકારતી નથી. ને ‘કર્મ કરે એ થાય. કર્મ કરે એ થાય” એમ કહે છે. તો હવે હું એને બતાડી દઉં કે હું એને કેવી દુઃખી કરી શકું છું. ને મારી વાત સ્વીકારનાર સુરસુંદરીને કેવી સુખી કરી શકું છું. આવા વિચારથી ક્રોધાવિષ્ટ થઈને પિતા પ્રજાપાલ રાજાએ મયણાસુંદરીને કોઢિયા ઉંબરરાણા સાથે પરણાવી દીધી. ને પ્રસન્ન થઈને સુરસુંદરીને એને પસંદ એવા અરિદમન નામના રાજકુમાર સાથે પરણાવી દીધી. પણ ધાર્યું તો કર્મસત્તાનું જ થયું. રાજા કોઢિયા સાથે પરણાવી દેવા દ્વારા મયણાનું જીવન ઉઝાડી દેવા (૩૩ Jain Education International જેલર. reprejamelibrary.org For Personal & Private Use Only
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy