SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ તરફથી થતા ત્રાસ કરતાં પણ આ બધો ત્રાસ વધુ વસમો થઈ પડતો હોય છે. સ્વકર્મદોષ જોવાના પરલોકમાં મળતા લાભને બાજુ પર રાખીએ તો પણ આ લોકમાં પણ વારંવારના માનસિક ત્રાસથી છૂટકારો ને અપૂર્વ મન:શાંતિ એ શું ઓછો લાભ છે ? કોઈ એક કે અનેક વ્યક્તિ તરફથી થતી અનેક પ્રકારની કનડગતના કારણે જેમનું પણ મન સંતપ્ત રહેતું હોય એ સર્વને, અત્યંત કરુણાભીના દિલે એક અંતરના અંતરથી હાર્દિક પ્રેરણા છે કે દિલથી સ્વકર્મદોષ જોવાનો પ્રયોગ કરો. આ પુસ્તકમાં આપેલી અનેક દલીલોથી, ‘તે તે કોઈ વ્યક્તિ દુષ્ટ નથી, મારા કર્મો જ દુષ્ટ છે” આ વાત જીવડાને સમજાવવાનો પ્રામાણિક પર્યાપ્ત પ્રયાસ કરો. એક અપૂર્વ માનસિક ચમત્કાર ચોક્કસ સર્જાશે. બહુ ભારે દવાથી પણ જે શાંતિ દોહિલી હશે તે વગર દવાએ સરળતાથી સહજ બનશે. પેલો શ્રાવક મિત્ર પણ આ વાસ્તવિકતા બરાબર સમજે છે ને તેથી એને પણ સાવકી માના ત્રાસથી ત્રસ્ત એ કિશોરને પાણી જ છાંટવાનું ચાલુ કર્યું. દોસ્ત! તારાં કર્મો જો દુષ્ટ ન હોત તો, સગી મા વહેલી મરી જવી, પિતાજી ફરીથી પરણે, નવી આવનાર મા પ્રેમાલ ન હોય ઉપરથી દ્રષિણી હોય, પિતાજી પણ તારા પક્ષમાં ન રહે.. આ બધું થાત જ નહીં ને?” જાત-જાતની સમજણ આપીને કિશોરના મનમાં સાવકીમા પ્રત્યે પ્રગટેલી આગને શાંત કરી દીધી. “આ બધો જ ત્રાસ મારાં પૂર્વના કર્મોનું દુષ્પરિણામ છે' આ વાત કિશોરના દિલે સ્વીકારવાની સાથે જ સાવકીમ અંગેની બધી ફરિયાદો દૂર થઈ ગઈ, અને હવે એ પણ આ પૂર્વકર્મોનો પ્રતિકાર કરવા તત્પર બન્યો છે. શ્રાવક મિત્રે પણ એ જ ઉપાય દર્શાવ્યો-તપ. પૂર્વ કર્મોનો નાશ કરવા માટે અઠ્ઠમનો તપ કર. કિશોરે શ્રાવકની સોનેરી સલાહનો સ્વીકાર કર્યો અને પર્યુષણ મહાપર્વમાં અટ્ટમ કરવાનો સંકલ્પ કર્યો. “મારા જ પૂર્વ અપરાધોની સજા છે આ દૃષ્ટિ આવી ગઈ હોવાથી હવે સજા સ્વીકારી લેવાની માનસિક તૈયારી છે. તેથી હવે નથી સાવકીમ અંગે કોઈ ફરિયાદ કે નથી ત્રાસ અંગે કોઈ ફરિયાદ. મન શાંત-પ્રશાંત-ઉપશાંત બનેલું છે. એક દિવસ ઘાસની ઝુંપડીમાં સૂતેલો છે. સાવકીમાએ એને જોયો. એના હૃદયમાં તો આ ઓરમાન પુત્ર પ્રત્યે ભારોભાર દ્વેષ છે જ. એ તો આને સોનેરી તક સમજવા લાગી અને ઠંડે કલેજે ઝુંપડીને આગ ચાંપી દીધી. ઝુંપડી ભેગો કિશોર પણ બળીને મૃત્યુ પામ્યો. પણ મનમાં એક જ રટણ હતી, પર્યુષણ અટ્ટમ. પર્યુષણ અટ્ટમ... ને હવે જુઓ (૧૦ગ્લે L| જેલર | wLand ry.org Jain Education International For Personal & Private Use Only
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy