________________
વાર ચાખેલી. ને છતાં પાછળી ઉંમરમાં પતિને કેન્સર થવા પર ખૂબ જ સેવા કરી. એક દિ પતિએ કહ્યું: “હું તને પત્ની કહું? માતા કહું? દેવી કહું? ભગવતી કહું? મેં તને દુઃખ આપવામાં કશું બાકી રાખ્યું નથી. અને તેં મને ફરિયાદ તો ક્યારેય કરી જ નથી. પણ હંમેશા સુખ જ આપ્યું છે. હવે મૃત્યુના કિનારે તારી પ્રસન્નતા માટે શું કરું?
જો ખરેખર પ્રસન્ન થયા હો તો આપણી ચાલીમાં ચોથા નંબરની રૂમના ભાઈ સાથે તમારે અણબનાવ છે, એને માફી આપી દો. મિચ્છામિ દુક્કડં કહી
સ્વકર્મદોષ જોનાર કેવા શાંત-સ્વસ્થ રહી શકે છે ને અવસરે, હેરાનગતિ કરનારને પણ કરુણા ભીના દિલે કેવી કલ્યાણકર વાત ચીંધી શકે છે, એનો આ મોંઘીબહેન એ સચોટ દાખલો નથી? અને સ્વકર્મદોષ જોનાર માટે આમાં અચરિજ જેવું પણ અનુભવાતું હોતું નથી. આનું કારણ સ્પષ્ટ છે. સામી વ્યક્તિના અનુકૂળ વર્તનને એ ઉપકાર તરીકે જોઈ પ્રીતિ-મૈત્રી વિકસાવી શકે છે. અને પ્રતિકૂળ વર્તનને તો માત્ર સ્વકર્મના પરિણામરૂપે જોવાથી શત્રુતા તો રૂંવાડામાંય ફરકી શકતી નથી. એટલે એને આસપાસમાં બધા મિત્રો જ દેખાય છે, શત્રુ કોઈ દેખાતો જ નથી. પછી મનમાં ઊચાટ, ભય, ચિંતા વગેરે એની પાસે ફરકે જ શી રીતે? “આસપાસમાં બધા મિત્રો જ મિત્રો છે, કોઈ શત્રુ નહી” આ કલ્પના જ કેટલી આસ્લાદક છે. અન્યના વિચિત્ર વર્તનમાં શત્રુતા જોયા કરનારા ખુદ જ હેરાન થયા કરતા હોય છે. ને સ્વકર્મદોષ જોનાર બિલકુલ સ્વસ્થ-શાંત રહેતા હોય છે.
થોડાં વર્ષો પૂર્વે આગ્રાના એક પરિવારમાં બનેલી ઘટના - એક વિધવા માએ મહેનત - મજુરી કરીને પોતાના બન્ને દીકરાઓને ભણાવ્યા – ગણાવ્યા ને બેંકમાં સારી નોકરીએ લગાડ્યા. બન્નેનો પર્યાપ્ત પગાર હતો. જીવનનિર્વાહની ચિંતા રહી નહીં. હવે એ વિધવા માને એક જ હોંશ હતી. બન્ને દીકરાઓને કોઈક શ્રીમંત શ્રેષ્ઠીની પુત્રીઓ સાથે પરણાવીશ જેથી સારું દહેજ લાવે તો હવે સારા સુખમાં દિવસો વીતે. દીકરાઓ ગુણિયલ હતા. વિનીત હતા. સારી રીતે સેટ થયેલા હતા ને સીધી લાઈનના હતા એટલે આ હોંશ પૂરી થવી અશક્ય ન હોતી. પોતાની કલ્પના મુજબ જ માએ મોટા દીકરાના સગપણ એક સુખીઘરની કન્યા સાથે કર્યા. એ એક લાખ રૂપિયા દહેજમાં લાવશે એવી ગોઠવણ થયેલી.
માએ ભારે હાડમારી ભરેલું જીવન જીવેલું. હાથમાં ક્યારેય ચાર-પાંચ
જેલર. www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only