SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચરકૠપિનો સંદેશ આહાર, આરોગ્ય અને અધ્યાત્મ આયુર્વેદના પિતામહ ગણાતા ચરકઋષિએ પોતાના ગ્રંથોમાં આહાર, આરોગ્ય અને અધ્યાત્મની અદ્ભુત વાતો કરી છે. જે બધી આજે અમેરિકાના સાયંટિસ્ટો સ્વીકારીને અમલમાં મૂકવા લાગ્યા છે. કેટલીક વાતો અત્ર પ્રસ્તુત છે. 1. ધર્મ-અર્થ-કામ-મોક્ષનો આધાર આરોગ્ય છે. 2. પ્રમાણમાં ગ્રહણ કરેલો યુક્તાહાર સુખને આયુષ્યને વધારે છે. 3. બધા જ વ્યાધિઓનું મૂળ કારણ અયોગ્ય આહાર છે. 4. સ્વાદની લંપટતાના કારણે ભાવતા ભોજન ૫૨ તૂટી ન પડવું. 5. દેહ એક મહેલ છે. 1. આહાર 2. નિદ્રા 3. બ્રહ્મચર્ય એ મહેલના ત્રણ સ્થંભો છે. 6. હિતભોજી, મિતભોજી, કાલભોજી બનો. ગમે ત્યારે ગમે તે અને ગમે તેટલું ખા-ખા ન કરો. 7. હંમેશા ભૂખ લાગ્યા બાદ ઉષ્ણ, સ્નિગ્ધ, પ્રમાણસર, યોગ્યસ્થળમાં (હૉટલમાં નહિ), યોગ્યભાજનમાં, જરાપણ ઉતાવળ કર્યા વિના, બહુ વિલંબ કર્યા વિના જમવું. 8. જમતાં બોલવું નહિ. હસવું નહિ, મનને ભટકતું રાખવું નહિ, બિલકુલ સ્થિર મન કરીને સારી રીતે જમવું (એટલે ટી.વી. જોતાં જોતાં જમવું નહિ.) 9. જરૂર કરતાં વધારે ખોરાક ખાધો છે તેના સ્પષ્ટ લક્ષણો નીચે પ્રમાણે છે. 1. પેટ તણાવા લાગે. 2. પેટની બે સાઈડો વધારે પડતી ફૂલી જાય. 3. પેટમાં તાણનો અનુભવ થાય. 4. પેટ ભારે લાગે. 5. ઉઠવા-બેસવામાં તકલીફ પડે. 6. શ્વાસ લેવામાં મુશ્કેલી લાગે. 7. સવારે પેટ સાફ આવે નહિ તો સમજવું કે જરૂર કરતાં વધારે માલ કોઠીમાં ભરવાની મૂર્ખામી કરી છે. 10. ભારે (મીઠાઈઓ), ઠંડો (કોલ્ડડ્રીંકસ), લુખ્ખો (ફાસ્ટફૂડ), સૂકો (બ્રેડ-પાઉ), કઠણ (પીપર ચોકલેટ), અપવિત્ર (હૉટલીયો) અને અકાળે (રાત્રે), વિરુદ્ધ (આડેધડ ભેળસેળ કરીને) ખોરાક લેનારા તથા મનમાં 93 Jain Education International ગુસ્સો, સેકસ, જેલસી, ઈંગો, મોહ, ભય, શરમ, ઉદ્વેગ અને સંતાપ આદિ રાખીને જમનારા માણસોના શરીરમાં ભારેમાં ભારે રોગો પેદા કરનારા આમઈનડાયઝેશન વગેરે દોષો પેદા થાય છે. 11. શરીરના રોગો મટાડવા માટે ત્રણ ઉપાયો છે. 1. દેવશ્રદ્ધા, મંત્રજાપ, બાધા, માંગલિક કાર્યો વગેરે. 2. ઔષધયોગ અને 3. મનનો નિગ્રહ તથા સ્વજનોના અંતરનું આશ્વાસન અચૂક લાભ કરનાર નીવડે છે. (હા, હવે ડૉકટર સાહેબો પણ આવું માને છે.) 12. મનના રોગો, ચિંતાઓ, વિકલ્પો અને ડીપ્રેશનો જેવા રોગોમાં જ્ઞાન, વિજ્ઞાન, ધીરજ, ઈશ્વરસ્મૃતિ અને સમાધિ આદિ ઈલાજો અચૂક સારું પરિણામ લાવે છે. (હા, હવે સાયંટીસ્ટો પણ આ વાત સ્વીકારે છે.) 13. ધર્મ ન હણાય એવી રીતનો ધંધો કરવાથી જીવનમાં શાંતિ, શાસ્ત્રસ્વાધ્યાયયોગ અને સુખની સમ્પ્રાપ્તિ થાય છે. 14. આલોક-પરલોકમાં સુખ ઈચ્છતા માણસે નીચે દર્શાવેલ આવેગોને અવશ્ય રોકી દેવા. અયોગ્ય વર્તન, લોભ, શોક, ભય, ક્રોધ, અભિમાન, નિર્લજજતા, ઈર્ષ્યા, અતિરાગ, પરપીડા, કટુવચન, ચાડી, જુઠ્ઠુ, વાચાળતા, સ્ત્રીસંભોગ, ચોરી, હિંસા. આ આવેગો ન રોકવાથી રોગો થાય છે. 15. સદૈવ નિરોગી રહેવા માટે પાપી, ચાડીખોર, લડાઈખોર, ભડભડીયા, છીછરાં, મશ્કરાં, ઈર્ષાળુ, લોભી, નિંદક, લુચ્ચા, ચંચળ, નિર્દય, અધર્મી એવા નરાધમ માણસોનો કયારેય સંગ ન કરવો. દૂરથી જ તેમને ત્યજી દેવા. આવા માણસોના સંગથી પણ રોગો પેદા થાય છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy