SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 165) છે શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ | અહંદુ પ્રેરણાપત્ર) મંથલી મીની મેગેઝીન છેલ્લા કેટલાક વર્ષોમાં માણસોની લાઈફ સ્ટાઈલમાં એકાએક અણધાર્યો ચેઈન્જ આવ્યો છે. માણસોની રહન-સહન, બોલ-ચાલ, રાહ-ચાહ સાવ જ ફરી ગયા છે. એમાં પણ આજની યુવાપેઢીમાં સિનેમા, ટી.વી., સીરીયલો, ઈગ્લીશ ચેનલો, વ્યસનો અને ફેશનોનો જે “ક્રેઝ’ ચાલ્યો છે, તે જોતાં તો આંખે તમ્મર આવી જાય તેવી સ્થિતિ છે. ઘરે ઘરમાં આજે યુવા-સંતાનો માથાનો દુખાવો બનવા મંડ્યા છે. ટી.વી. વીડીયોએ પ્રત્યેક યુવાનનું માથું સાવ બગાડી નાખ્યું છે. આકાંક્ષાઓ, અપેક્ષાઓ, અને અભિપ્સાઓથી યુવાપેઢી આજે ભડકે બળી રહી છે. અણધાર્યા, અણકધ્યા સડન્સી આવેલા આ પરિવર્તનથી વડીલો અને યુવાનો વચ્ચે એક ગહરો દુરાવ પેદા થયો છે. વડીલો સાથે દિન-પ્રતિદિન સંઘર્ષ વધતો ચાલ્યો છે. આ વિષમ પરિસ્થિતિમાં વડીલોને યુવાનોને સાચું માર્ગદર્શન મળી રહે તે માટે દર મહિનાની સોળમી તારીખે અહંદૂ પ્રેરણાપત્ર મેગેઝીનનું પ્રકાશન કરવામાં આવે છે. હાથમાં આવતાની સાથે ઝટ વંચાઈ જાય એવા મીની મેગેઝીનમાં પૂજ્યશ્રીનાં પ્રવચનો, પ્રાર્થના, સંવેદના, ટુડન્ટ, યંગસ્ટર, નજરોનજર, વાર્તા રે વાર્તા, ઘેર ઘેર ટી.વી. મમ્મી અને પપ્પા, આવા હેડિંગો મારીને ખૂબ જ ઈફેકટીવ લખાણો પ્રકાશિત કરવામાં આવે છે. યુવાનોના અંતરને સ્પર્શે તે રીતે પૂજ્યશ્રી ખૂબ આત્મીયતાથી આ લેટરનું મેટર તૈયાર કરે છે. સાત હજાર ફેમિલીઓમાં દર મહિને આ લેટર રવાના કરવામાં આવે છે. રીચ અને પોશ ગણાતા એરિયાઓમાં પણ આ પત્ર પૂરેપૂરી દિલચસ્પીથી વંચાય છે. આપ વહેલી તકે આ મેગેઝીનના સભ્ય બની શકો છો. ચાર કલરમાં આર્ટપેપરમાં ઉડીને આંખે વળગે તેવી મૉર્ડનઆર્ટ ડીઝાઈનમાં આ પત્રનું પ્રકાશન કરવામાં આવે છે. લવાજમની વિગત 1. સૌજન્ય સભ્ય : રૂ. ૫000.00નું ડોનેશન આપનાર દાતારનું નામ સ્પોન્સર્ડ-બાય તરીકે એક અંકમાં પ્રકાશિત કરવામાં આવે છે. આજીવન દર મહિને દાતારને કાયમ માટે પત્ર મોકલવામાં આવે છે. (રૂ. ૨૦૦/-ના લવાજમમાંથી સંસ્થા પહોંચી શકતી ન હોવાથી આ યોજના શરૂ કરવામાં આવી છે.). આજીવન સભ્ય : રૂ. ૨૦૦/- કાયમી ધોરણે દર મહિને લવાજમ ભરનારને પ્રેરણાપત્ર મોકલવામાં આવે છે. આજીવન પુસ્તક લવાજમ આજીવન પુસ્તક લવાજમ : રૂ. ૧૫૦૦/- દર વર્ષે પ્રકાશિત થતાં પૂજ્યશ્રીના પુસ્તકો ઘરે બેઠાં દાતારોને ટપાલ દ્વારા મોકલવામાં આવે છે. જેટલા પુસ્તકો છપાય તેટલાં બધામાં રૂ. ૧૫૦૦/-નું સભ્યપદ ધરાવનાર દાતાનું નામ છાપવામાં આવે છે. રૂ. ૧૫૦૦/-ભરીને આપ પુસ્તકના આજીવન સભ્ય પણ બની શકો છો. નીચેની સ્લીપ ભરીને આપ આપનું લવાજમ મોકલો. આપને પાકી રસીદ ઘરબેઠાં મોકલી આપશું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy