________________
અને નિમિત્ત શાસ્ત્રાનુસારે ઉદયનું પ્રતિક છે. ચોથનો ચંદ્રમાં જોવાથી લંક આવે છે. આયુષ્યના ત્રીજા ભાગે (૨૩) આગલા ભવનું આયુષ્ય બંધાય. દર ત્રીજા દિવસે તિથિ આવે અને તે તિથિના દિવસે આયુષ્ય બંધ થાય તો સદ્ગતિ અને પરમગતિ સુલભ બને માટે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદસ આદિ તિથિના દિવસે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, જાપ, ધ્યાન, લીલોતરી ત્યાગ, બ્રહ્મચર્યપાલન આદિ કરવું જોઈએ. તારીખ કરતાં તિથિને યાદ રાખવી જોઈએ. તિથિ આરાધના કરવા કામ લાગે છે. રાજસ્થાન પાલી - સિરોહી જિલ્લામાં પ્રાયઃ પ્રત્યેક ૮-૧૦ કિ. મી.માં તીર્થ પ્રાચીન ભગવાન અને બાવન જિનાલય મળે. અંજનવિધાન સિવાય છપ્પન-
દિકુમારિકા આદિ કાર્યક્રમો માત્ર નાટકરૂપે ભજવવા યોગ્ય નથી. • માણસ નનામો જન્મે છે. નનામીમાં જાય છે. છતાં નામ માટે આખી જિંદગી
ધમપછાડા કરે છે. કેવું આશ્ચર્ય? જેટલું ગુપ્ત કરીએ, એટલું પુણ્ય વધે. અચલગઢમાંડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી સાદરા ઓસવાળે ૧૪૪૪મણની પ્રતિમાઓ ભરાવેલી. સમ્રાટ સંપ્રતિએ સવાલાખદેરાસરો અને સવા કરોડપ્રતિમાઓ ભરાવી. જે પ્રતિમા ઉપર નામ ન હોય, હાથની કોણીમાં બે લાડવા મૂકેલા હોય, મુખાકૃતિ અભૂત હોય એ પ્રતિમા સમ્રાટ સંપતિએ ભરાવી કહી શકાય.
વડાલીમાં બાવન પ્રતિમા નીકળેલ છે. • પાટણ - વિરોચન નગર અને વંથલીમાં પણ અનેક પ્રાચીન પ્રતિમાજીઓ
જમીનમાંથી મળી આવેલ છે. વિધિપૂર્વક ઘર આંગણે દીવા-ધૂપથી પ્રતિમા ભરાવવાથી વિશેષ પ્રભાવ દેખાય.
પ્રભુને માનનારા ઘણા, પણ પ્રભુનું માનનારા ઓછા
ગુરુને માનનારા ઘણા, પણ ગુરુનું માનનારા ઓછા • દેવ અને ગુરુની અદ્ભૂત ભક્તિના પ્રભાવે અનુપમા દેવી મહાવિદેહ ક્ષેત્રમાં આઠ
Fગુડનાઈટ. હર Use Only
Jain Education International
www.jainelibrary.org