________________
30
પૃથ્વીનો આકાર કેવો? કોલેજીયનનો પ્રશ્ન પૃથ્વી દડા જેવી ગોળ છે અને ફરે છે. ઉત્તરઃ પૃથ્વી ગોળ દડા જેવી નથી. પૃથ્વી ફરતી નથી. સૂર્ય ફરે છે. - પૃથ્વી ગોળ દડા જેવી છે વિજ્ઞાન - વિજ્ઞાનનો પુરાવો નંબર ૧.
ઘોઘા બંદરકે અલંગથી જોઈએ, સમુદ્રમાં દૂરથી સ્ટીમરઆવતું હોય ત્યારે સર્વપ્રથમ તેની ટોચ-ચીમની તુતક દેખાશે. પછી જેમ જેમ નજીક આવશે તેમ તેમ નીચેનાં ભાગો દેખાશે પછી જહાજ આખું દેખાશે. સ્કુલોમાં આજ રીતે સહુ ભણ્યા છે અને હજુ ભણી રહ્યા છે. કારણ બતાવાયું કે પૃથ્વીની ગોળાઈ આડે આવે છે.
પાંચ ક્લિોમીટરે ૧૧ ઈચની ગોળાઈ નો, ૧૦ ક્લિોમીટરે ૬ ફુટની ગોળાઈ નડે માટે સ્ટીમર દેખાતું નથી.
પૃથ્વી ગોળ છે.” એમાં જે અનેક કારણો શીખવવામાં આવે છે એમાં આજ કારણ એવું છે કે સમુદ્ર ક્નિારે દુરબીન દ્વારા આપણે ચકાસી શકીએ.
» જૈન શાસ્ત્રના પુરાવા... મુંબઈ ભાવનગરના સમુદ્ર ક્વિારે પાવરફુલ દુરબીનથી જોયું, સંપૂર્ણ જહાજ દેખાય છે. તુતક નહોતું, જહાજ જ હતું, મુંબઈ વાલકેશ્વરમાં પત્રકારોને પૂ. પં. અભયસાગરજી નિર્દેશિત સંસ્થાએ ચેલેંજ ફેંક કે પૃથ્વી ગોળ છે, એનો એક પણ પુરાવો આપો એક લાખ રૂપિયા ઈનામ! કોઈ સાબિત ન કરી શક્યું.
પુરાવોનં.૨ઃ બીજી મહત્ત્વની વાત ગુરુત્વાકર્ષણે પાણી ગોળાઈમાં રહે છે એ વાત પણ ખોટી ઠરી છે. કારણકે ગુરુત્વાકર્ષણનો આખો સિદ્ધાંત જ કાલ્પનિક સાબિત થયો છે.
રેલ્વેના પાટા ભેગા કેમ દેખાય છે? પાટા ભેગા દેખાય, પતંગ ટપકા જેવી દેખાય એમાં ગોળાઈનહિ આપણી દૃષ્ટિની સીમા જ કારણ છે. દષ્ટિની ખાસિયત છે કે અમૂક સીમા પછી ટપકા જેવી દેખાય.
ગુડનાઈટ.૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org