________________
પોતાનો જમણો હાથ જોવો, બહેનોએડાબો હાથ જોવો જોઇએ. હાથમાં રહેલસિધ્ધશિલા અને એની ઉપર બિરાજમાન ૨૪ ભગવાનના દર્શન કરવા જોઇએ. સવારે સૂર્યોદય સુધી મૌન રાખવાથી ઘણા ફ્લેશથી બચી જવાય છે. સૂર્યોદય સુધી મૌન પાળવું. નહિતર હિંસક બિલાડી આદિ જાગી જવાથી તમામ પાપ આપણને લાગે.
...પથારીથી નીચે ઉતર્યા બાદ... સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે સારા સ્વપ્ન આવ્યા હોય તો જાગવું. ખરાબ સ્વપ્ન આવ્યા પછી સૂઇ જવાથી એ સ્વપ્ન નિફ્લ જાય છે.
સારું સ્વપ્ન આવ્યું હોય તો ગહુલી કાઢી વંદન કરી ગુરુ મહારાજને કહેવું, ગુરુ મહારાજ ન હોય તો દેરાસરમાં ભગવાનને કહેવું છેવટે ગાયના જમણા કાનમાં કહેવું.
ઇચ્છા, કુસુમિણ દુસુમિણ ઓહડાવણë રાઇય પાયચ્છિત્ત વિરોહણë કાઉ. કરું? ઇચ્છ, કુસુમિણ કરેમિ કાઉં.
ચોથાવત ભંગ (સ્વપ્ન દોષાદિ)નાં સ્વપ્નનાં પાપના વારણ માટે ૪ લોગસ્સ સાગરવરગંભીરા સુધી, બીજા દોષ હોય તો ૪ લોગસ્સચદે સુનિમ્મલયરા સુધી ન આવડે તો ૧૬ નવકારનો કાઉસગ્ન કરવો જોઈએ જેથી ખરાબ સ્વપ્નનું ફળ નાશ થાય અને સારા સ્વપ્નનું ફળ મજબૂત બને.
ત્યારબાદ અનુકુળતા હોય તો અવશ્ય પ્રતિ કરવું જોઈએ. નહિતર સાત લાખ અને ઇશાન દિશામાં સીમંધરસ્વામી + દક્ષિણ દિશામાં શત્રુંજયને ત્રણ ખમા આપવા. દિવસનાં પાપ ધોવા સાંજનું પ્રતિક્રમણ છે અને રાતનાં પાપ ધોવા સવારનું પ્રતિક્રમણ કરવું. સંસારમાં પાપ ડગલેને પગલે લાગવાનું છે માટે બને સમય પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઇએ. સવારે શત્રુંજય ભાવ વંદના સાથે નવકારશીનું પચ્ચખાણ હોય તો છઠ્ઠનો લાભ થાય, આયું. = ૧૫ ઉપવાસ, ઉપ = માસખમણનો લાભ મળે છે. કાયોત્સર્ગના નિયમ :- આરાધનાના તમામ કાઉસગ્ગ સાગરવર ગંભીરા સુધી, પ્રતિક્રમણના કાઉસગ્નચંદેસુ નિમ્મલયરા સુધી અને કર્મક્ષય અથવા શાંતિનો કાઉસગ્ગ સંપૂર્ણલોગસ્સ નો કરવો જોઈએ. હવે ક્યાદેરાસરે જવું જોઈએ? પ્રભુ આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ કે મહાવીર સ્વામી?
ગુડનાઈટ... ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org