________________
તેમના જીવનનાં છેલ્લાં કાર્યોમાંનું આ એક કાર્ય છે. હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ ખૂબ જ સરળ ભાષામાં અને સુબોધ શૈલીમાં કર્યો છે. તેથી વાચકને આ લેખો વાંચતા મૌલિક લેખોનો અનુભવ થશે. આ પ્રસંગે માત્ર એક જ વાતનું દુઃખ છે કે આવો ઉત્તમ અનુવાદ પ્રગટ થઈ રહ્યો છે ત્યારે પ્રો.નગીનભાઈ હયાત નથી. આખરી પ્રફ પણ તેમણે જોયું હતું. તેમણે પુસ્તકના ટાઈટલને પણ જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. આમ ' સમગ્ર પુસ્તક લગભગ તૈયાર હતું. પરંતુ આ પુસ્તકનું પ્રકાશન થાય તે પૂર્વે જ તા.૪.૧.૨૦૧૪ના રોજ દુઃખદ અવસાન થયું.
અમને આશા છે કે આ પુસ્તક ભારતીય યોગ અને ભારતીય ધર્મોમાં જિજ્ઞાસા ધરાવનાર તમામને ઉપયોગી થશે. આ પુસ્તકના પ્રકાશનમાં સંસ્થાના કર્મચારીઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમનો વિશેષ આભાર માનવામાં આવે છે.
જિતેન્દ્ર બી. શાહ
તા.૬.૨.૨૦૧૪ અમદાવાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org