________________
ધર્મ અને વિદ્યાનું તીર્થ – વૈશાલી
૧૦૯ સંસ્કારથી સંસ્કૃત થયેલી કોઈ પણ વ્યક્તિ સામાન્યપણે તે બધી પરંપરાઓના અન્તસ્તલમાં જે વાસ્તવિક એકતા છે તેને સમજી નથી શકતી. સામાન્ય વ્યક્તિ હમેશાં ભેદપોષક સ્થૂલ સ્તરોમાં જ ફસાયેલી રહે છે પરંતુ તત્ત્વચિન્તક અને પુરુષાર્થી વ્યક્તિ જેમ જેમ ઊંડાણથી નિર્ભયતાપૂર્વક વિચારે છે તેમ તેમ તેને આન્તરિક સત્યની એકતાની પ્રતીતિ થવા લાગે છે અને ભાષા, આચાર, સંસ્કાર આદિ બધા ભેદો તેની એકતાની પ્રતીતિમાં બાધક બની શકતા નથી. માનવચેતના છેવટે તો માનવચેતના જ છે, પશુચેતના નથી. જેમ જેમ તેની ઉપરનાં આવરણો દૂર થતાં જાય છે તેમ તેમ તે અધિકાધિક સત્યનું દર્શન કરી શકે છે.
આપણે સાંપ્રદાયિક દૃષ્ટિએ મહાવીરને અલગ, બુદ્ધને અલગ અને ઉપનિષદૂના ઋષિઓને અલગ સમજીએ છીએ, પરંતુ જો ઊંડાણથી જોઈએ તો તે બધાના મૌલિક સત્યમાં શબ્દભેદ સિવાય બીજો કોઈ ભેદ મળશે નહિ. મહાવીર મુખ્યપણે અહિંસાની પરિભાષામાં બધી વાતો સમજાવતા હતા, તો બુદ્ધ તૃષ્ણાત્યાગ અને મૈત્રીની પરિભાષામાં પોતાનો સજેશ દેતા હતા, તો વળી ઉપનિષના ઋષિઓ અવિદ્યા યા અજ્ઞાનના નિવારણની દૃષ્ટિએ ચિન્તન રજૂ કરતા હતા. તે બધી એક જ સત્યના પ્રતિપાદનની જુદી જુદી રીતો છે, જુદી જુદી ભાષાઓ છે. અહિંસા ત્યાં સુધી સિદ્ધ થઈ શકતી જ નથી જ્યાં સુધી તૃષ્ણા હોય. તૃષ્ણાત્યાગનું બીજું નામ જ તો અહિંસા છે. અજ્ઞાનની વાસ્તવિક નિવૃત્તિ થયા વિના ન તો અહિંસા સિદ્ધ થઈ શકે છે કે ન તો તૃષ્ણાત્યાગ સંભવ છે. ધર્મપરંપરા કોઈ પણ કેમ ન હોય જો તે ખરેખર ધર્મપરંપરા હોય તો તેનું મૂળ તત્ત્વ અન્ય તેવી ધર્મપરંપરાઓથી જુદું હોઈ શકે જ નહિ. મૂળ તત્ત્વની જુદાઈનો અર્થ તો એ જ થશે કે સત્ય એક નથી. પરંતુ સાક્ષાત્કૃતધર્મ બધા ઋષિઓએ કહ્યું છે કે સત્યના આવિષ્કારો અનેકધા હોઈ શકે છે પરંતુ સત્ય તો અખંડિત એક જ છે. હું મારા છપ્પન વર્ષના ઓછાવત્તા અધ્યયન-ચિત્તનથી એ નિર્ણય પર પહોંચ્યો છું કે પન્થભેદ ગમે તેટલો કેમ ન હોય પરંતુ તેના મૂળમાં એક જ સત્ય રહેલું હોય છે. આજ હું આ ભાવનાથી મહાવીરની જન્મજયન્તીના સ્થૂલ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છું. મારી દષ્ટિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org