________________
વિશ્વશાંતિ અને જૈન પરંપરા
૯૧ કર્તવ્યની ભાવના પ્રદીપ્ત કરવી તથા મહાત્માજીનાં સેવાકાર્યોની તરફ તેમને આકર્ષવા. ગાંધીજીની સૂઝ
જૈન પરંપરા પહેલેથી જ અહિંસાધર્મનો અત્યન્ત આગ્રહ રાખતી આવી છે. પરંતુ સામાજિક ધર્મ સંબંધે દેશ તથા સમાજના અનેકવિધ ઉત્થાનપતનોમાં જ્યારે જ્યારે શસ્ત્ર ધારણ કરવાના પ્રસંગો આવ્યા ત્યારે ત્યારે તેણે તેનાથી પણ મોટું ફેરવી લીધું નથી. જો કે શસ્ત્રધારણ દ્વારા સામાજિક હિતના રક્ષાકાર્યનો અહિંસાના આત્યન્તિક સમર્થન સાથે મેળ બેસાડવો સરળ ન હતો પરંતુ ગાંધીજીના પહેલાં એવો કોઈ અશસ્ત્ર યુદ્ધનો માર્ગ ખુલ્યો પણ ન હતો. તેથી જે રસ્તે અન્ય જનતા જતી રહી હતી તે જ રસ્તે જૈન જનતા પણ ચાલી. પરંતુ ગાંધીજીની પછી તો યુદ્ધનું કર્મક્ષેત્ર સાચું ધર્મક્ષેત્ર બની ગયું. ગાંધીજીએ પોતાની અપૂર્વ સૂઝથી એવો માર્ગ લોકોની સમક્ષ રજૂ કર્યો જેમાં વીરતાની પરાકાષ્ઠા જરૂરી છે અને તે પણ શસ્ત્ર ધારણ કર્યા વિના જ. જયારે આવા અશસ્ત્ર પ્રતિકારનો અહિંસક માર્ગ સામે આવ્યો ત્યારે તે જૈન પરંપરાના મૂલગત અહિંસક સંસ્કારોની સાથે સવિશેષ સંગત જણાયો. આ જ કારણે ગાંધીજીની અહિંસામૂલક બધી પ્રવૃત્તિઓમાં જૈન સ્ત્રીપુરુષોએ પોતાના સમાજની જનસંખ્યાની તુલનામાં ઘણો જ ભાગ લીધો અને આજ પણ દેશના ખૂણેખૂણામાં ભાગ લઈ રહ્યા છે. અહિંસાની રચનાત્મક અમલીકરણની ગાંધીજીની સૂઝે અહિંસાના દિશાશૂન્ય ઉપાસકોની સમક્ષ એટલો મોટો આદર્શ અને એટલું વિશાળ કાર્યક્ષેત્ર રાખ્યું કે જે જીવનની સ્વર્ગ અને મોક્ષની આકાંક્ષાને આ લોકમાં જ સિદ્ધ કરી દે છે. અપરિગ્રહ અને પરિગ્રહપરિમાણ વ્રત
પ્રસ્તુત શાન્તિવાદી સમેલન જે શાન્તિનિકેતનમાં ગાંધીજીના સત્ય-અહિંસાના સિદ્ધાન્તને વર્તમાન અતિ સંઘર્ષપ્રધાન યુગમાં અમલી બનાવવા માટે વિશેષ ઊહાપોહ કરવા મળી રહ્યું છે તેમાં અહિંસાના વારસાગત સંસ્કારો ધરાવનારા આપણે જૈનોનું મુખ્ય કર્તવ્ય એ છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org